ગાંધીનગર-
રાજ્ય સરકારે કોરોનાની ત્રીજી વેવને ધ્યાનમાં લઈને વેપારીઓ, ફેરિયા, નોકરિયાત અને શ્રમિક વર્ગને 30 જૂન સુધી ફરજિયાત વેક્સિન લેવા માટે સૂચના આપી છે. જો કે હાલની આ પરિસ્થિતિમાં રાજ્યના તમામ વેપારીઓ તેમજ નાના-મોટા ધંધાર્થીઓ વેક્સિન લઈ શકે તેમ નથી. જો કે મોટાભાગના વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરીને તેમનો વેપાર રોજગાર બંધ કરાવવામાં આવશે જેનાથી કોરોનાકાળમાં માંડમાંડ ઉભા થયેલા વેપારીઓને આર્થિક ફટકો પડશે અને મોટું નુકસાની સહન કરવાનો વારો ના આવે તે માટે ગુજરાત સરકારે 31 જુલાઈ સુધીમાં ધંધો-રોજગાર કરવા માટે રાજ્યના તમામ વેપારીઓ અને તેમના કર્મચારીઓને 31 જુલાઈ સુધી વેક્સિન લઈ લેવા માટે આદેશ કર્યો હતો. અને આજે વેપારીઓ માટે વેક્સિન લેવાનો છેલ્લો દિવસ હતો. તેવામાં આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના મહામારી પર લગામ કસવા માટે રાજ્યના તમામ વેપારીઓને ગુજરાત સરકારે 31 જુલાઈ સુધીમાં વેક્સિન લેવા માટે આદેશ આપ્યો હતો. પરંતુ હવે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક બાદ તમામ વેપારીઓને મોટી રાહત આપવામાં આવી છે. 31 જુલાઈએ પૂર્ણ થતી રસી લેવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે અને હવે વેપારીઓ 15 ઓગસ્ટ સુધી વેક્સિન લઇ શક્શે.