મુંબઈ,તા.૧૬
ભારતમાં ૨૦ વર્ષના ગાળા પછી ઓટોમોબાઈલ સેક્ટરમાં ટોચની કંપનીનો પબ્લિક ઈશ્યૂ આવવાનો છે. હ્યુન્નડાઈ મોટર દ્વારા બજારમાંથી ૨૫,૦૦૦ કરોડ રૂપિયા એકઠા કરવામાં આવશે. છેલ્લે એલઆઈસીનો મેગા આઈપીઓ આવ્યો હતો અને તેના કરતા પણ આ મોટી રકમ હશે. દિવાળીની આસપાસ બજારમાં આ આઈપીઓ આવી શકે છે.
સાઉથ કોરિયાની ઓટોમોબાઈલ કંપની હ્યુન્ડાઈનું ભારતીય એકમ હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા ૨૫ હજાર કરોડનો આઈપીઓ લાવવા માગે છે. ભારતીય બજારમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો પબ્લિક ઈશ્યૂ હશે જેના માટે ૧૫ જૂન, શનિવારે કંપનીએ સેબી સમક્ષ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડ્ઢઇૐઁ) ફાઈલ કરી દીધું છે.
આઈપીઓની વિગત પ્રમાણે હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા તેનો ૧૭.૫% હિસ્સો વેચીને બજારમાંથી અઢીથી ત્રણ અબજ ડોલર એટલે કે આશરે રૂ. ૨૫,૦૦૦ કરોડ એકત્ર કરવા માગે છે. કંપની આ ૈંર્ઁંમાં તેના કુલ ૮૧૨ મિલિયન (૮૧.૨ કરોડ) શેરમાંથી ૧૪૨ મિલિયન એટલે કે ૧૪.૨ કરોડ શેર વેચી રહી છે. કંપની દ્વારા કોઈ નવા શેર જારી કરવામાં નહીં આવે. હ્યુન્ડાઈ ઈન્ડિયાની પેરન્ટ કંપની હ્યુન્ડાઈ આ ઑફર ફૉર સેલ (ર્ંહ્લજી) દ્વારા કંપનીમાં તેના હિસ્સાનો અમુક હિસ્સો છૂટક અને અન્ય રોકાણકારોને વેચી રહી છે. કંપનીનો ૈંર્ઁં દિવાળીની આસપાસ એટલે કે ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં આવી શકે છે. હ્યુન્ડાઈએ આ ૈંર્ઁં માટે ઈન્વેસ્ટમેન્ટ બેંકો ત્નઁ મોર્ગન, મોર્ગન સ્ટેનલી, કોટક મહિન્દ્રા બેંક, સિટી અને ૐજીમ્ઝ્રને સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે. ભારતમાં કોઈ ઓટો કંપનીનો આઈપીઓ આવ્યો હોય તેવી ૨૦ વર્ષ પછી ઘટના બનવાનની છે. અગાઉ મારુતિ સુઝુકીનો ૈંર્ઁં ૨૦૦૩માં આવ્યો હતો. મારુતિ સુઝુકી ઈન્ડિયા પછી હ્યુન્ડાઈ દેશની બીજી સૌથી મોટી કાર નિર્માતા કંપની છે. ભારતમાં અત્યાર સુધીમાં જે આઈપીઓ આવ્યા તેમાં એલઆઈસીનો પબ્લિક ઈશ્યૂ સૌથી મોટો હતો. ૨૦૨૨માં સરકારે ન્ૈંઝ્રમાં તેનો ૩.૫% હિસ્સો વેચ્યો હતો. આ માટે લગભગ ૨૧ હજાર કરોડ રૂપિયાનો ૈંર્ઁં લાવવામાં આવ્યો હતો. હવે હ્યુન્ડાઈ ઈન્ડિયા ૨૫,૦૦૦ કરોડનો આઈપીઓ લાવશે જે સાઈઝની રીતે બધા કરતાં મોટો હશે. ભારતમાં હાલમાં મારુતિ સુઝુકી ઉપરાંત મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ જેવી ફોર વ્હીલર કંપનીઓ પણ લિસ્ટેડ છે. મારુતિ પછી હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા દેશની બીજી સૌથી મોટી કાર કંપની છે. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાએ ૧૯૯૬માં ભારતમાં પોતાની કામગીરી શરૂ કરી હતી અને હાલમાં તે અલગ અલગ સેગમેન્ટમાં ૧૩ મોડેલ વેચે છે. તેના કુલ વેચાણમાં છેલ્લા એક વર્ષમાં સાત ટકાનો વધારો થયો છે. ભારતમાં અન્ય મોટા આઈપીઓની વાત કરવામાં આવે તો એલઆઈસીનો આઈપીઓ ૨.૪૫ અબજ ડોલરનો હતો જ્યારે જુલાઈ ૨૦૨૧માં પેટીએમનો પબ્લિક ઈશ્યૂ આવ્યો હતો જેમાં ૨.૧૯ અબજ ડોલર એકઠા કરવામાં આવ્યા હતા. સરકારી કંપની કોલ ઈન્ડિયાનો પબ્લિક ઈશ્યૂ ઓગસ્ટ ૨૦૧૦માં આવ્યો હતે જેમાં બજારમાંથી ૧.૮૨ અબજ ડોલર એકઠા કરવામાં આવ્યા હતા.