વડોદરા, તા. ૬
પોસ્ટલ વિભાગ દ્વારા શરુ કરેલ સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ દેશભરના તમામ પોસ્ટલ વિભાગ દ્વારા શક્તિરુપેણ અભિયાન શરુ કરવામાં આવ્યુ છે ત્યારે લોકોમાં જાગૃતતા આવે અને મોટી સંખ્યામાં લોકો યોજનાનો લાભ લે તે હેતુથી કાલાઘોડા સર્કલ ખાતેથી રાવપુરા મુખ્ય પોસ્ટ ઓફિસ સુધી જાગૃતિ રેલી યોજવામાં આવી હતી. આ યોજના વિશે પોલ્ટ માસ્ટર જનરલ પ્રિતી અગ્રવાલે જણાવ્યુ હતું કે, બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતર્ગત શરુ થયેલ આ યોજનાનો લાભ દસ વર્ષથી ઓછી ઉંમરની બાળકીઓ લઈ શકે છે. જેમના પરીવારમાં નાની બાળકીઓ હોય તેઓ નજીકની પોસ્ટઓફિસમાં સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતું ખોલાવી શકે છે.