અંતિમ તબક્કાની ૫૭ બેઠકો ઉપર સરેરાશ ૬૫ ટકા મતદાન

નવીદિલ્હી :લોકસભાની ચૂંટણીના અંતિમ અને સાતમા તબક્કાનું આજે મતદાન સવારે સાત વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે સંપન્ન થયું હતું મતદાન દરમિયાન બંગાળમાં હિંસાના અહેવાલો આવ્યા છે બાકી રાજયોમાં મતદાન શાંતિપૂર્ણ સંપન્ન થયું છે. આજે ૮ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની ૫૭ બેઠક પર મતદાન થયું હતું. જેમાં સૌથી વધારે ઉત્તર પ્રદેશ અને પંજાબની ૧૩-૧૩ બેઠકોનો સમાવેશ થાય છે અંતિમ તબક્કામાં સરેરાશ ૬૫ ટકા મતદાન થયું છે.આ સાથે જ લોકસભાની તમામ બેઠકો પર મતદાન પુરૂ થયું છે હવે તમામની નજર ચાર જુને આવનારા પરિણામો પર ટકેલી છે.

અંતિમ તબક્કામાં પંજાબની ૧૩ બેઠક પર ૩૨૮ ઉમેદવારો,ઉત્તર પ્રદેશની ૧૩ બેઠક પર ૧૪૪ ઉમેદવારો, પશ્વિમ બંગાળની ૯ બેઠક માટે ૧૨૪ ઉમેદવારો,બિહારની ૮ બેઠક પર ૧૩૪ ઉમેદવારો,ઓડિશાની ૬ બેઠક પર ૬૬ ઉમેદવારો,હિમાચલ પ્રદેશની ૪ બેઠક માટે ૩૭ ઉમેદવારો,ઝારખંડની ૩ બેઠક માટે ૫૨ ઉમેદવારો,ચંડીગઢની કુલ ૧ બેઠક પર ૧૯ ઉમેદવારોનું ભાવી મતદારોએ ઇવીએમ મશીનમાં સીલ કરી દીધું છે.

આજે સાતમા તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે ચૂંટણી મેદાનમાં હતાં આ ઉપરાંત મોદી સરકારના ૫ મંત્રીઓનું પણ ભાવી નક્કી થયું છે ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપનો દબદબો હતો.ભાજપે ૫૭માંથી ૨૫ બેઠક જીતી હતી. જાેકે એનડીએના આંકડાને જાેડીએ તો તે ૩૨ સીટ સુધી પહોંચી ગયો હતો. જ્યારે યૂપીએના પક્ષમાં માત્ર ૯ બેઠક આવી હતી. જ્યારે અન્યના ખાતામાં માત્ર ૧૪ બેઠક આવી હતી. ત્યારે એ જાેવાનું રહેશે કે આ વખતે એનડીએ વર્સિસ ઈન્ડિયા ગઠબંધનમાં કયો પક્ષ બાજી મારે છે.

કોલકતામાં વરિષ્ઠ અભિનેતા અને આસનસોલ લોકસભા સીટ પરથી ટીએમસીના ઉમેદવાર શત્રુઘ્ન સિન્હાએ કહ્યું, “ભારત ગઠબંધન જીતવા જઈ રહ્યું છે. હવે, તે ‘મુદ્દો’ વિરુદ્ધ ‘મોદી’ છે.મોદીની કોઈપણ ગેરંટી વાસ્તવિકતા બની નથી.મોદીની વિશ્વસનીયતા ખતમ થઈ ગઈ છે. શત્રુઘ્ન સિંહાએ પોતાનો મત આપ્યો હતો પશ્ચિમ બંગાળની જયનગર લોકસભા સીટ પર લડાઈના અહેવાલ છે. વાસ્તવમાં, દક્ષિણ ૨૪ પરગણા જિલ્લાના જયનગર લોકસત્ર વિસ્તારના કુલતલી વિધાનસભા બૂથ નંબર ૨૭૦ પર બીજેપી કાર્યકર પિન્ટુ પ્રધાન પર હુમલો કરવામાં આવ્યો હતો. આરોપ છે કે તૃણમૂલ કોંગ્રેસના મજબૂત લોકોએ તેમને માર્યા અને હાથ તોડી નાખ્યા.જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા,રાજદઇત્નડ્ઢ નેતાઓ તેજસ્વી યાદવ અને તેજ પ્રતાપ યાદવ,આરજેડી વડા લાલુ પ્રસાદ યાદવ, બિહારના ભૂતપૂર્વ સીએમ રાબડી દેવી અને સારણ લોકસભા મતવિસ્તારના આરજેડી ઉમેદવાર રોહિણી આચાર્યએ પટના સાહિબ લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર રવિશંકર પ્રસાદ,કેન્દ્રીય મંત્રી અને હમીરપુર લોકસભા સીટના ભાજપના ઉમેદવાર અનુરાગ ઠાકુર હમીરપુરમાં મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપ્યો.પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને જલંધર લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર ચરણજીત સિંહ ચન્ની,બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને ગયા લોકસભા સીટ પરથી ઉમેદવાર જીતન રામ માંઝી અને તેમના પુત્ર હિન્દુસ્તાની અવમ મોરચા (સેક્યુલર)ના પ્રમુખ સંતોષ કુમાર સુમન,ગાઝીપુરથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અફઝલ અન્સારી ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને આપ નેતા હરભજન સિંહ,ભાજપના નેતા અને અભિનેતા મિથુન ચક્રવર્તીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યાે હતોઆજે સવારે ૬.૪૦ વાગ્યે જયનગર સંસદીય મતવિસ્તારમાં બેનીમાધવપુર એફપી સ્કૂલમાંથી ટોળા દ્વારા કેટલાક અનામત ઈવીએમ અને સેક્ટર ઓફિસરના કાગળો લૂંટી લેવામાં આવ્યા હતા. બંગાળના સીઈઓ દ્વારા એક ટિ્‌વટમાં કહેવામાં આવ્યું હતું કે ટોળાએ બે વીવીપીએટી મશીનો તળાવમાં ફેંકી દીધા હતા. સેક્ટર ઓફિસરે આ મામલે એફઆઇઆર દાખલ કરી છે અને જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.બંગાળના જયનગર લોકસભા વિસ્તાર હેઠળ ના કેનિંગમાં ટીએમસી અને ભાજપના કાર્યકરો વચ્ચે અથડામણ થઇ હતી પથ્થરમારો થયો હતો જેમાં પત્રકારને માથા પર ગંભીર ઇજા પહોંચી હતી. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અંતિમ તબક્કામાં ખુબ જ રોચક તસવીર સામે આવી છે.કયાંક કોઇ ઘોડા પર બેસી મતદાન કરવા ગયા તો કોઇ બાળકની સાયકલ લઇ મતદાન કરવા મતદાન કેન્દ્ર પહોંચ્યા હતાં કોલકતામાં મિશનરીજ ઓફ ચેરિટીની નને એક મતદાન કેન્દ્ર પર મતદાન કર્યું હતું સોથી વધુ મતદાન ઝારખંડમાં થયું હતું જયારે બિહારમાં મતદાન ઓછું રહ્યું હતું બંગાળમાં મતદાન સારૂ રહેવા પામ્યુ છે. વારાણસી લોકસભા વિસ્તારની ભદૈની ઇપીરિયલ પલ્બિક સ્કુલમાં બુથ સંખ્યા ૨૯૧ની ઇનીએમમાં ગડબડી થઇ હતી જેને કારણે મતદાન વિલંબથી ચાલુ થયું હતું ભારે ગરમી હોવા છતાં મતદાન કરવા માટે મતદારો મતદાન મથકો પર ઉમટી પડયા હતાં.પહેલીવાર મતદાન કરનારાઓમાં ઉત્સાહ જાેવા મળ્યો હતો

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution