કાશ્મીરના રાજાૈરીમાં સેનાનું વાહન ખીણમાં પડ્યુઃજવાન શહીદઃબેની હાલત ગંભીર


શ્રીનગર:જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં સેનાનું વાહન રસ્તા પરથી લપસીને ઊંડી ખાઈમાં પડી ગયું. જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના માંજાકોટ વિસ્તારમાં સાંજે એક મોટી દુર્ઘટના થઈ. જેમાં આર્મીનું આર્મડા વાહન નિયંત્રણ બહાર જઈને ઉંડી ખીણમાં પડી ગયું હતું. આ દુર્ઘટનામાં એક જવાન શહીદ થયો હતો જ્યારે અન્ય ઘાયલ થયા હતા, જેમાંથી બેની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે પહાડી માર્ગ પર મુસાફરી કરતી વખતે સેનાના વાહને અચાનક કાબૂ ગુમાવ્યો અને ખાડામાં પડી. શહીદની ઓળખ બલજીત સિંહ તરીકે થઈ છે.

મોડી સાંજે, આર્મી આર્માડો વાહન જમ્મુ વિભાગના રાજૌરી જિલ્લામાં રસ્તાથી ૩૦૦ ફૂટ નીચે ઊંડા નાળામાં પડી ગયું. દુર્ઘટનાની માહિતી મળતા જ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તમામ ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ બે જવાનોને સારી સારવાર માટે વિશેષ આર્મી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. આ અકસ્માતમાં વાહનમાં મુસાફરી કરી રહેલા બે પેરા કમાન્ડોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય બે કમાન્ડો ગંભીર રીતે ઘાયલ થયા છે.

ઘાયલોને રાજૌરી સ્થિત આર્મીની ૧૫૦ જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની ગંભીર હાલતને જાેતા તેમને રાત્રે હેલિકોપ્ટર દ્વારા ઉધમપુરની આર્મી કમાન્ડ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. મૃતકોમાં પેરા કમાન્ડો અનિલ દરવંતે અને જનાર્દન નાયડુ અને ઘાયલોમાં પેરા કમાન્ડો બલજીત સિંહ અને વિમલ સિંહનો સમાવેશ થાય છે. હાલ રેસ્ક્યુ ટીમ વાહનને હટાવવામાં વ્યસ્ત છે. ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ઘટનાસ્થળે લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે. ઘટનાની પુષ્ટિ કરતા સ્થાનિક પોલીસે જણાવ્યું કે આ અકસ્માતના સંદર્ભમાં કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. સેનાએ પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution