આઈપીએલમાં ઑલરાઉન્ડરની હવે કોઈ જ કિંમત રહી નથી!!

લેખકઃ સિદ્ધાર્થ છાયા



આઈપીએલ ક્રિકેટમાં નવી નવી વાતો લાવવા માટે જાણીતી છે. અરે! આ ટુર્નામેન્ટ પોતે એવી પહેલી ટુર્નામેન્ટ છે જે ૨૦ લીગ ફોર્મેટ પર આધારિત છે. આ ટુર્નામેન્ટના આધારે જ દુનિયાભરમાં વિવિધ લીગ્સ શરુ થઇ ગઈ છે. આ ટુર્નામેન્ટમાં લગભગ દર વર્ષે કોઈ નવો અને રસપ્રદ નિયમ લાવવામાં આવતો હોય છે. પરંતુ, આઈપીએલ દ્વારા લાવવામાં આવેલા બે નિયમો ખાસ બદલવાની જરૂર છે.છેલ્લી બે સિઝનથી આઈપીએલમાં ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ નિયમ પ્રમાણે ટીમ કોઇપણ સમયે પોતાના એક ખેલાડીને ડગઆઉટમાં બેસાડીને બીજા ખેલાડીને રમાડી શકે છે. જાે કે ટોસ ઉછળે તે વખતે આ ઈમ્પેક્ટ પ્લેયર્સના નામ આપી દેવા જરૂરી હોય છે.


ગયા વર્ષે જ્યારે આ નિયમ લાગુ કરવામાં આવ્યો ત્યારે ઘણાએ તેનું સ્વાગત કર્યું હતું. કારણકે આ નિયમને કારણે ટીમોને એક વધારાનું શસ્ત્ર મળી જતું હતું. જે ટીમની બેટિંગ નબળી હોય તેને એક વધારાનો બેટર મળી જાય છે. આ જ રીતે જે ટીમની બોલિંગ નબળી હોય તેને જરૂર પડે નવો બોલર મળી જાય છે.પરંતુ આ નિયમની એક બીજી બાજુ પણ છે જે આ વર્ષની આઈપીએલમાં ખુલ્લી પડી છે. ઈમ્પેક્ટ પ્લેયરને લીધે આઈપીએલમાં ઓલરાઉન્ડરની કોઈજ કિંમત રહી નથી. વિચાર કરો કે એક ઓલરાઉન્ડરની વ્યાખ્યા શું હોય છે? ઓલરાઉન્ડરનો અર્થ એક એવો ખેલાડી જે સારી બેટિંગ, બોલિંગ અને ફિલ્ડીંગ ત્રણેય કરી શકે.


પરંતુ ઈમ્પેક્ટ પ્લેયર આવવાને કારણે ટીમો પાસે જેમ આપણે અગાઉ ચર્ચા કરી તેમ એક એક્સ્ટ્રા બેટર અને એક્સ્ટ્રા બોલર મળી જતો હોય છે. આથી તેને ઓલરાઉન્ડરની જરૂર નથી પડતી. આમ ભવિષ્યમાં જાે ભારતીય ટીમને જાે ઓલરાઉન્ડરની ખોટ પડશે તો તેને માટે ઘણે અંશે આઈપીએલ જવાબદાર ગણાશે.આમ, આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલે આ નિયમ અંગે ત્વરિત વિચાર કરવાની જરૂર છે, કારણકે આ નિયમ ભારતીય ક્રિકેટના ભવિષ્યને અસર કરી શકે તેમ છે.


બીજાે એવો નિયમ છે જે ફક્ત આઈપીએલમાં જ જાેવા મળે છે અને તે છે નો બોલ અને વાઈડને રિવ્યુ કરવાનો. એક રીતે જાેઈએ તો અમ્પાયરની ભૂલને સુધારવા માટે આ નિયમ ઘણો કામમાં આવે છે પરંતુ ઘણી વખત ક્રિકેટરો આ નિયમનો ઉપયોગ પોતાના વ્યક્તિગત લાભ માટે કરતા હોય છે.આમ કરવાથી ઘણીવાર નો બોલ કે વાઈડ ન હોય તેમ છતાં ક્રિકેટરો તેનો ઉપયોગ કરે છે અને મોટાભાગે અમ્પાયરો સાચા નીકળતા હોય છે અને તેથી આખી ટીમનો એક રિવ્યુ નકામો જતો હોય છે. હાલની એક મેચમાં તો બેટરે મેચની પહેલી ઓવરમાં જ આ લાભનો ઉપયોગ કર્યો હતો પરંતુ બોલ વાઈડ નહોતો મળ્યો અને તેની ટીમનો એક મહામૂલો રિવ્યુ વેડફાઈ ગયો હતો.


આ ઉપરાંત, આ નિયમનો ઉપયોગ કરવાથી સમયનો ઘણો મોટો વેડફાટ થતો હોય છે. આ વખતે આઈપીએલમાં એવી ઘણી બધી વાર બન્યું છે કે ટીમોએ ફાળવવામાં આવેલા સમયથી પણ વધુ સમય ઓવર્સ નાખી હોય અને તે બદલ તેમને પેનલ્ટીનો સામનો કરવો પડ્યો હોય.૨૦ ફોર્મેટને ફટાફટ ફોર્મેટ તરીકે ઓળખવામાં આવે છે અને હવે તેમાં જ આ નિયમને કારણે ખેલાડીઓ, અમ્પાયરો અને ખાસ કરીને દર્શકોને રાહ જાેવાની ફરજ પાડવામાં આવતી હોય તો નિયમનો શો ફાયદો? વળી, ઘણી વખત એવું જાેવા મળ્યું છે કે મોટાભાગના વાઈડ અને નો બોલના ર્નિણયો અમ્પાયરના પક્ષે જ આવતા હોય છે.


આ આઈપીએલમાં પણ જાેવા મળ્યું છે કે વાઈડ અને નો બોલ આપતી વખતે અમ્પાયરો સાચા પડ્યા છે. હા, એકાદ વખત એવું બન્યું છે કે અમ્પાયર ખોટા પડ્યા હોય, પરંતુ તેના માટે થઈને ગેમને ધીમી પાડવાનો અધિકાર કોઈને પણ નથી. જાે બધું જ ટેક્નોલોજીને હવાલે કરી દેવું હોય તો પછી રમતમાં માનવીય સ્પર્શ ક્યાં રહેશે?


આમ, રસપ્રદ આઈપીએલને વધુ રસપ્રદ બનાવવા માટે એક તો ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ જે ઓલરાઉન્ડર માટે ઘાતક છે તે અને બીજાે આ વાઈડ અને નો બોલના રિવ્યુનો નિયમ આ બંને નિયમને આઈપીએલમાંથી આવતા વર્ષે કાઢી નાખવામાં આવે તો જ આ ટુર્નામેન્ટનું ભલું થશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution