૫૫ વર્ષીય શ્રમજીવીએ રોજગારી નહીં મળતાં તળાવમાં મોતની છલાંગ લગાવી

હાલોલ તા.૨૭ 

હાલોલ ના મુખ્ય તલાવ માં કોરોના ના ખપ્પર અને લોકડાઉન ની સ્થિતિ માં રબારી ફળિયા માં રેહતા ૫૫ વર્ષીય શ્રમજીવી એ રાજગારી ન મળતા નાસીપાસ થઈ મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવી નાંખતા ચકચાર મચી જવા પામી છે.

હાલોલ રબારી ફળિયા માં રેહતા ચાર પુત્રીઓ ના પિતા પંકજભાઈ રાણા છૂટક મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા જે દરમિયાન લોકડાઉન ની સ્થિતિ માં મજૂરી રોજગાર ન મળતા પંકજ ભાઈ ને ઘર નું ભરણ પોસણ કરવું ભારે પડતા પંકજભાઇ છેલ્લા ઘણા વખત થી સતત ચિતા માં ગરકાવ થઈ ગયા હતા અને સાથી મિત્રો ને વારંવાર કેહતા હતા કે મજૂરી મળતી નથી હું ક્યાંથી પૈસા લાવી ઘરનું પુરૂં કરૂં હું કંટાળી ગયો છું હું હવે આત્મહત્યા કરી લઈશ નું જણાવ્યા બાદ પંકજભાઈ બે દિવસ થી ગુમ થયાં હતાં. આજે તલાવ માં એક પુરૂષ નો મૃતદેહ પાણી માં તરતો જોઈ પોલીસ અને ફાયર બ્રિગેડ ને જાણ કરતાં પોલિસે અકસ્માત મોત ની નોંધ કરી મૃતદેહ ને બહાર કઢાવી તપાસ કરતા મૃતદેહ ગુમ થયેલ પંકજ ભાઈ નો હોવાનું તપાસ માં બહાર આવતા પી.એમ કરાવી મૃતદેહ પરિવાર જનો ને સોંપ્યો હતો. 

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution