અમૂલ દૂધની બનાવટો હવે અમેરિકામાં પણ ઉપલબ્ધ થશે

  મુંબઇ : અમૂલ દૂધની બનાવટો હવે અમેરિકામાં પણ ઉપલબ્ધ થશે. કંપનીએ અમેરિકામાં બિઝનેસ કરવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. અમૂલ ભારતમાં લોકપ્રિય બ્રાન્ડ છે. અમૂલની ટેગલાઈન ‘અમુલ દૂધ પીતા હૈ ઈન્ડિયા’ ખૂબ ફેમસ છે. હવે નવું સૂત્ર ‘અમૂલ પીવે છે દૂધ અમેરિકા’ આવવાનું છે. કંપની હવે અમેરિકામાં રહેતા ભારતીય અને એશિયન લોકો પર ધ્યાન કેન્દ્રિત કરશે. અમેરિકામાં આ લોકોની સંખ્યા ઘણી વધારે છે. તેનાથી કંપનીના બિઝનેસને ટેકો મળશે. દેશની અમૂલ બ્રાન્ડના માલિક ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનએ અમેરિકામાં અમૂલ બ્રાન્ડનું દૂધ વેચવા માટે તાજેતરમાં અમેરિકન ડેરી ‘મિશિગન મિલ્ક પ્રોડ્યુસર્સ એસોસિએશન’ સાથે કરાર કર્યો હતો. ૧૦૮ વર્ષ જૂની અમેરિકન કંપની સાથેની ડીલ બાદ ય્ઝ્રસ્સ્હ્લ અમેરિકાની ડેરી સેક્ટરમાં કામ કરનાર પ્રથમ કંપની બની ગઈ છે. રિપોર્ટ્‌સ અનુસાર, જાે પેકેજિંગની વાત કરીએ તો અમૂલ અમેરિકામાં એક ગેલન એટલે કે ૩.૮ લિટર અને અડધો ગેલન એટલે કે ૧.૯ લિટરના પેકેજિંગમાં દૂધ વેચશે. કંપનીનો ઉદ્દેશ્ય ભારતીય મૂળના અમેરિકન લોકોને તેનું તાજું દૂધ ઉપલબ્ધ કરાવવાનો છે. કંપનીનું મુખ્ય લક્ષ્ય ન્યૂયોર્ક, ન્યુ જર્સી, શિકાગો, વોશિંગ્ટન, ડલ્લાસ અને ટેક્સાસ જેવા મોટા શહેરો છે. આ શહેરો પસંદ કરવા પાછળનું સૌથી મોટું કારણ ત્યાં હાજર ભારતીય મૂળના લોકોની મોટી વસ્તી છે. તમને જણાવી દઈએ કે આ કંપની અંબાણી, ટાટા અને અદાણી જેવી મોટી કંપનીઓ કરતાં વધુ લોકોને રોજગાર આપે છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર અમૂલમાં ૧૫ લાખ લોકોને રોજગાર મળી રહ્યો છે. અમૂલ ઉત્પાદન, પ્લાન્ટ કામદારો, પરિવહન, માર્કેટિંગ, વિતરણ અને વેચાણમાં મોટા પાયે રોજગારીનું સર્જન કરી રહ્યું છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution