ફરી 50% ક્ષમતા સાથે AMTS-BRTS ફરી દોડશે, આ તારીખથી સેવા શરૂ થશે

અમદાવાદ-

ગુજરાતમાં કોરોનાનું પીક સેન્ટર રહેલા એવા અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન હવે કોરોનાનાં કેસ ઘટી રહ્યા છે તો સાથે મોતનો આંકડો પણ રાજ્યમાં ઘટ્યો છે તે વચ્ચે શહેરીજનો માટે સારા સમાચાર એ છે કે કોરોનાકાળનાં બે માસ પછી AMTS-BRTS ફરી દોડવા તૈયાર છે. રાજય સરકારે 28મીથી ફરી બસો શરૂ કરવા લીલીઝંડી આપી દીધી છે.

જો કે બસોમાં પ્રવાસીઓની સંખ્યા 50 ટકા જ રહેશે સાથે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ ફરજિયાત રહેશે. દિવસમાં બસોને બે વખત સેનિટાઇઝ કરાશે. જણાવી દઈએ કે AMTSના ઇતિહાસમાં સૌથી ઘેરી કટોકટી હાલનાં સમયમાં ચાલી રહી છે અને અધિકારીઓ-કર્મીઓના પગાર માટે પણ ફાંફા પડી રહ્યા છે. ત્યારે સંક્રમણનો કેર ઓછો થતા અમદાવાદ શહેરમાં AMTS, BRTS સેવા શરૂ કરી દેવા માટે જણાવવામાં આવ્યું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution