મુંબઇ
'ઇશ્ક વિશ્ક' , 'વિવાહ' અને 'મેં હૂં ના' જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ અમૃતા ટૂંક સમયમાં નાના મહેમાનનું સ્વાગત કરવાની છે. એક્ટ્રેસ અને તેના પતિ અનમોલ પહેલીવાર પેરેન્ટ્સ બનવા માટે ઘણા ઉત્સુક છે. નવરાત્રીના ખાસ અવસરે એક્ટ્રેસ તેની પ્રેગ્નન્સીના નવમા મહિનામાં છે જે તેના માટે એક આશીર્વાદની જેમ છે.
અમૃતાએ ઇન્સ્ટા પર બેબી બમ્પ સાથેનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો સાથે જ નવરાત્રીમાં નવમો મહિનો શરૂ થવા પર એક્ટ્રેસે લખ્યું કે, 'નવરાત્રી અને નવ મહિના. મારા પ્રિય, નવરાત્રીના પાવન અવસર પર પ્રેગ્નન્સીના નવમા મહિનામાં આવવાથી ધન્ય ફીલ કરી રહી છું. આ નવ દિવસ માતા દુર્ગા અને તેના નવ અવતારોને સમર્પિત કરું છું અને ખુદ માતાનો અવતાર ગ્રહણ કરીને નવા ચરણમાં એન્ટર થવા જઈ રહી છું. હું આ યુનિવર્સમાં મહિલાઓની સૌથી વધુ એનર્જીને નમન કરું છું જેમ કે હું સારા વિશ્વાસ સાથે સરેન્ડર કરી રહી છું.'
આગળ એક્ટ્રેસે લખ્યું, 'મા દુર્ગા દરેક માતા અને માતા બનનારી મહિલાને શક્તિ આપે અને મધરહૂડમાં આવનારા દરેક પવિત્ર અવતારને રાખવા માટે વધુ શક્તિ આપે. તમને બધાને અષ્ટમીની વધામણી.'
અમૃતાએ વર્ષ 2016માં RJ અનમોલ સાથે લગ્ન કર્યાં હતાં. બંને હાલ ક્વોલિટી ટાઈમ પસાર કરી રહ્યા છે. એક ઇન્ટરવ્યૂમાં અમૃતાએ જણાવ્યું કે પ્રેગ્નન્સીના ફેઝમાં પતિ તેની ઘણી કાળજી લઇ રહ્યો છે.