મુંબઇ
બોલિવુડ એક્ટ્રેસ અમૃતા રાવ અને RJ અનમોલને ત્યાં 1 નવેમ્બરના રોજ દીકરાનો જન્મ થયો. જે બાદ કપલે સોશિયલ મીડિયા પર ફેન્સ પાસેથી બાળકનું નામ શું રાખવું તે અંગે સૂચનો માગ્યા હતા. અમૃતા અને અનમોલે આખરે હવે નવજાત દીકરાનું નામ જાહેર કર્યું છે, સાથે જ તેની સાથેની એક તસવીર શેર કરી છે.
RJ અનમોલે પત્ની તેમજ દીકરાનો હાથ પકડ્યો હોય તેવી તસવીર શેર કરી છે. આ તસવીરના કેપ્શનમાં તેણે ફેન્સને નામ જણાવ્યું છે. તેણે લખ્યું છે કે, 'હેલ્લો વર્લ્ડ. અમારા દીકરા 'વીર'ને મળો, તમારા આશીર્વાદની જરૂર છે -અમૃતા રાવ અને RJ અનમોલ'.
દીકરાના જન્મ બાદ અમૃતા રાવે જણાવ્યું હતું કે, 'હું મારા બાળકના ચહેરા પરથી નજર હટાવી શકતી નથી. મારા પતિના ચહેરા પર પણ આનંદના હાવભાવ જોવા મળી રહ્યા છે. હું હજુ પણ આશ્ચર્યની સ્થિતિમાં છું. બાળકને જન્મ આપવાની લાગણી અગાધ અને દૈવી છે. આ ઈશ્વરની અનુભૂતિ છે કે કંઈ તમારા હાથમાં અને નિયંત્રણમાં નથી. આ બાળક આ વર્ષે આવવાનું હતું. તેથી હા હું #2020 mom છું!'.