મોટી વૈશ્વિક અર્થવ્યવસ્થાઓમાં ભારતમાં ઈક્વિટીમાં સૌથી ઓછું હાઉસહોલ્ડ એક્સ્પોઝર ૪.૭ ટકા


ભારતમાં હાલમાં ઈન્ટરનેટ ઘણું સસ્તું છે અને સમાર્ટફોનના કારણે લોકો પાસે ઈન્ટરનેટ હાથવગું છે. હવે ઈન્ટરનેટ પર ફાઈનાન્સિયલ પ્લાનિંગને લઈને ઢગલાબંધ માહિતી અને વિડીયો ઉપલબ્ધ છે. તેમ છતાં ભારતમાં હજી પણ મોટા ભાગના લોકોમાં ફાઈનાન્સિયલ ફિટનેસનો અભાવ છે. લોકોમાં રોકાણ, બચત અને આયોજનને લઈને માહિતી અને જ્ઞાનનો અભાવ જાેવા મળી રહ્યો છે.

નાણાકિય સુરક્ષા તમામ લોકોના જીવનનો એક મહત્વનો ભાગ છે અને મોટા ભાગના લોકો તેના માટે વિવિધ વિકલ્પો અજમાવતા હોય છે. જાે તમને પૂછવામાં આવે કે આ માટે તમે તમારી જાતને ૧૦માંથી કેટલા પોઈન્ટ આપશો, તો ચોક્કસથી તમે તાજેતરમાં ફિનોવેટ (હ્લૈહર્હદૃટ્ઠંી)ના નવા સર્વેના પરિણામ કરતાં વધારે જ પોઈન્ટ આપશો. ફાઈનાન્સિયલ ફિટનેસ પ્લેટફોર્મ એવા ફિનોવેટે કરેલા સર્વેમાં સરેરાશ ફાઈનાન્સિયલ ફિટનેસ સ્કોર ૨૦માંથી ફક્ત ૫.૯ પોઈન્ટ જ આવ્યો છે. તેના પરથી ખ્યાલ આવે છે કે આપણે જેટલું વિચારીએ છીએ તેટલા આપણે ફાઈનાન્સિયલી તૈયાર નથી. આ વાત એટલા માટે આશ્ચર્યજનક છે કેમ કે હાલમાં મોટા ભાગના લોકો પાસે ઈન્ટરનેટ હાથવગું છે અને ઈન્ટરનેટ પર બચત, રોકાણ અને આયોજનને લઈને ઢગલાબંધ માહિતી ઉપલબ્ધ છે તેમ છતાં લોકોમાં આ અંગે ભારે અજ્ઞાનતા પ્રવર્તી રહી છે.

આ સર્વેમાં ૧,૭૨૭ લોકોનો રિસ્પોન્સ એકત્રિત કરવામાં આવ્યો હતો અને તે ચાર વય જૂથોમાં વહેંચાયેલા હતા. જેમાં ૧૮થી ૩૦ વર્ષ, ૩૦થી ૪૫ વર્ષ, ૪૫થી ૬૦ વર્ષ અને ૬૦થી વધુ વર્ષના લોકોનો સમાવેશ થતો હતો. સર્વેમાં પર્સનલ ફાઈનાન્સના છ મુખ્ય ક્ષેત્રોમાં લોકોના જ્ઞાન અને આદતોનું મૂલ્યાંકન કર્યું હતું. જેમાં ગોલ પ્લાનિંગ, બજેટિંગ અને ટેક્સેશન, લોન મેનેજમેન્ટ, ઈન્સ્યોરન્સ પ્લાનિંગ, ઈન્વેસ્ટ મેન્ટ પ્લાનિંગ અને એસ્ટેટ પ્લાનિંગ સામેલ હતા. ફિનોવેટના સહ-સ્થાપક અને ઝ્રઈર્ં નેહલ મોતાએ જણાવ્યું હતું કે, નાણાકીય ધ્યેયો અને નેટવર્થ વિશે થોડી જાગૃતિ હોવા છતાં, નિવૃત્તિ આયોજન, યોગ્ય સંપત્તિ મિશ્રણ સાથે રોકાણ અને પૂરતા વીમા કવરેજમાં નોંધપાત્ર ખામી છે.

ગોલ પ્લાનિંગ અંગે જાેઈએ તો સર્વેમાં સામે આવ્યું છે કે ભારતમાં ૬૩% સમૃદ્ધ અને ઉચ્ચ નેટવર્થ ધરાવતા લોકો (ૐદ્ગૈંજ) સ્પષ્ટ નાણાકીય લક્ષ્યો એટલે કે ફાઈનાન્સિયલ ગોલ ધરાવે છે અને ૬૯% લોકો તેમની નેટવર્થથી વાકેફ છે. જ્યારે ૬૫% લોકોએ નિવૃત્તિ માટે પૂરતી રકમ ફાળવી નથી. આ લાંબા ગાળાની નાણાકીય સુરક્ષામાં ચિંતાજનક તફાવત દર્શાવે છે. જ્યારે બજેટિંગ અને ટેક્સ પ્લાનિંગની વાત કરવામાં આવે તો આ સર્વેમાં ભાગ લેનારા ૪૦ ટકા લોકો પાસે ઈમર્જન્સી ફંડનો અભાવ ધરાવતા હતા. જ્યારે ૨૭ ટકા લોકોએ તેમના ટેક્સનું અસરકારક રીતે આયોજન કર્યું ન હતું. લોન મેનેજમેન્ટમાં પણ લોકો કાચા જાેવા મળ્યા હતા. ફક્ત ૩૮ ટકા લોકો જ દેવામુક્ત છે અને ચિંતાજનક વાત એ સામે આવી છે કે ૬૦ કે તેથી વધુ ઉમંરના ૩૧ ટકા લોકો હજી પણ ઈસ્ૈં ભરી રહ્યા છે.

ઈન્સ્યોરન્સ પ્લાનિંગમાં ૭૩ ટકા લોકો પાસે હેલ્થ ઈન્સ્યોરન્સ ન હતો કે પછી ઓછો હેલ્થ ઈન્સ્યોરન્સ હતો. જ્યારે ૭૪ ટકા લોકો પાસે પૂરતો લાઈફ ઈન્સ્યોરન્સ ન હતો. આનાથી અણધારી ઘટનાઓને કારણે ઘણાને આર્થિક આંચકાનો સામનો કરવો પડે છે. હાલમાં ઈન્વેસ્ટમેન્ટ એટલે કે રોકાણ માટેના ઘણા બધા વિકલ્પો છે અને લોકો રોકાણ પણ કરી રહ્યા છે. પરંતુ તેમને તેમના રોકાણના રિટર્ન અંગે વધારે માહિતી નથી. આ સર્વેમાં ભાગ લેનારા ૮૧ ટકા લોકો ઈક્વિટીમાં રોકાણ કરી રહ્યા છે. ૫૩ ટકા લોકો તેમની બચતના ૩૦ ટકાથી ઓછું ઈક્વિટીમાં રોકાણ કરી રહ્યા છે. જ્યારે ૫૪ ટકા એટલે કે અડધાથી વધુ લોકો ઝ્રછય્ઇ એટલે કે કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ વિશે જાણતા ન હતા. એસ્ટેટ મેનેજમેન્ટના પાસામાં ૪૦ ટકા રિસ્પોન્ડન્ટ પાસે તેમના ફાઈનાન્સિયલ ડોક્યુમેન્ટ્‌સ યોગ્ય રીતે ન હતા. જાેકે, સિનિયર સિટિઝનમાં આ આંકડો ૨૬ ટકા હતો. જ્યારે ૩૬ ટકા લોકોએ તેમની એસેટ્‌સ માટે સંપૂર્ણ પણે નોમિની કે પછી બેનિફિશિયરી રાખ્યા ન હતા. આ સર્વેમાં ભાગ લેનારા મોટા ભાગના લોકો ફાઈનાન્યિલ પ્લાનિંગમાં નબળા જાેવા મળ્યા હતા. જેમાં ઉંમર પ્રમાણે જાેઈએ તો ૧૮થી ૩૦ વર્ષની વયજૂથના લોકોનો ફાઈનાન્સિયલ ફિટનેસ સ્કોર ઓછો રહ્યો હતો જેનું મુખ્ય કારણે આયોજનનો અભાવ હતો. જ્યારે ૩૦થી ૪૫ વર્ષની વયજૂથમાં ૫૦ ટકા લોકો તેની આવકના ૩૦ ટકાથી ઓછું રોકાણ કરી રહ્યા છે. જેના કારણે તેમની સામે અપૂરતા રિટાયરમેન્ટ ફંડનું જાેખમ રહેલું છે. ૪૫થી ૬૦ વર્ષની વયજૂથમાં અપૂરતી બચત અને નબળું ટેક્સ પ્લાનિંગ જાેવા મળ્યું હતું. જ્યારે ૬૦થી વધુ વર્ષ ધરાવતા વયજૂથમાં ૨૯ ટકા લોકો તેમની વર્તમાન નેટવર્થથી અજાણ હતા જે નિવૃત્તિ બાદના ફાઈનાન્સ મેનેજમેન્ટમાં અત્યંત જરૂરી બાબત છે.

હાલમાં સ્માર્ટફોનના કારણે ઈન્ટરનેટ સહજતાથી ઉપલબ્ધ છે અને તેના પર ફાઈનાન્સિય પ્લાનિંગ અને તેને લગતી થોકબંધ માહિતી ઉપલબ્ધ હોવા છતાં લોકોનો ફાઈનાન્સિયલ ફિટનેસ સ્કોર આટલો ઓછો કેમ છે તે એક મોટો પ્રશ્ન છે. ફાઈનાન્સિયલ લિટરસીને લગતાઓનલાઈન વિડીયો, સોશિયલ મીડિયા ઈવેન્ટ્‌સ અને લાઈવ ઈન્વેસ્ટમેન્ટ વર્કશોપ અને ફાઈનાન્સિયલ એક્સપર્ટ્‌સ ઉપલબ્ધ હોવા છતાં લોકો પોતાના ફાઈનાન્યિલ પ્લાનિંગને લઈને પૂરતા પ્રમાણમાં જાગૃત નથી. ઘણા લોકો હજુ પણ મ્યુચ્યુઅલ ફંડ અને ઈક્વિટી જેવી ફાઈનાન્સિયલ એસેટ્‌સ કરતાં પ્રોપર્ટી અને સોનામાં રોકાણ કરવાનું પસંદ કરે છે. પ્રિયદર્શી દાશ અને રાહુલ રંજનના એક રિસર્ચ પેપર મુજબ, ભારતની વસ્તીને ધ્યાનમાં રાખવામાં આવે તો ફક્ત ચાર ટકા કે તેનાથી ઓછા લોકો મ્યુચ્યુઅલ ફંડ અથવા ઈક્વિટી-લિંક્ડ એસેટ પસંદ કરે છે. મોટી વૈશ્વિક અર્થવ્યવસ્થાઓમાં ભારતમાં ઈક્વિટીમાં સૌથી ઓછું હાઉસહોલ્ડ એક્સ્પોઝર ૪.૭ ટકા છે. જ્યારે યુરોપમાં આ સંખ્યા ત્રણ ગણી અને અમેરિકામાં ચાર ગણી છે. આ સર્વેમાં ફાઈનાન્સિયલ ફિટનેસ કેમ ઓછી છે તે અંગે મહત્વની બાબતોમાં જેમાં ફાઈનાન્સિયલ પ્રોડક્ટ્‌સ અંગે ઓછી જાગૃતિ અને યોગ્ય સમયે પ્રોફેશનલ સલાહ લેવાનો અભાવ સામે આવ્યો છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution