એક એવી અભિનેત્રી જેની પહેલી ફિલ્મે રાતોરાત તેને સુપરસ્ટાર બનાવી દીધી. અમીષા પટેલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં છવાઈ ગઈ. કહોના પ્યાર હેમાં આ અભિનેત્રીની ચારેકોર પ્રશંસા થવા લાગી. અમીષાએ બીજી ફિલ્મ ગદર કરી જે ફરી એકવાર બોક્સ ઓફિસ પર ધુમ મચાવવા લાગી. ત્યાર પછી કેટલાયે પ્રયાસો પછી ફરી આવો કમાલ ન કરી શકી. અમીષાએ સહાયક કલાકારની નાનકડી ભૂમિકા નિભાવી. ફિલ્મો કરતા અમીષા વિવાદોમાં વધુ છવાયેલી રહી. ચળકતી સફળતાની સાથે તેની સાથે કેટલાયે વિવાદ જાડાયા.
ત્યાં સુધી કે અમીષાએ તેના પરિવાર પર ગંભીર આરોપ લગાવ્યા.. . અમીષાએ ત્યારે સૌને વિચારતા કરી દીધા જ્યારે તેણે પોતાના પિતા વિરૂદ્ધ નોટિસ મોકલી. અમીષાએ તેના પિતા પર આરોપ લગાવ્યા હતા કે તેના ૧૨ કરોડ રૂપિયા તેના પિતાએ પડાવી લીધા છે.આવા આરોપ પછી અમીષાના તેના પરિવાર સાથેના સંબંધો ખરાબ થાય તે સ્વાભાવિક છે. ૨૦૦૯માં અમીષા ફરી એકવાર તેના ભાઈ સાથે દેખાઇ ત્યાર પછી ધીરે ધીરે તેના સંબંધો સુધરવા લાગ્યા. ૨૦૦૨માં આવેલી ફિલ્મ હમરાઝ બાદ અમીષા પાસે ફિલ્મો ન હતી. જા કે સફળતા તેનાથી હાથ વેત દૂર જ રહી. અમીષા ધીરે ધીરે ફિલ્મોમાં ગેસ્ટ રોલ કરવા લાગી. છેલ્લે અમીષાએ ભૈયાજી સુપરહિટમાં કામ કર્યુ. આ સિવાય અમીષાએ રિયાલીટી શો બિગબોસ ૧૩માં કામ કર્યુ અને ચર્ચાનો ભાગ બની.