ગાંધીનગર-
દેશ અને દુનિયામાં કોરોના વાયરસનો કહેર સતત વધતો જઈ રહ્યો છે. ગુજરાતમાં પણ કોરોના પોઝિટિવ કેસમાં વધારો થઇ રહ્યો છે. કોરોના સંક્રમણને રોકવા માટે સરકાર દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગુજરાત માટે રાહતના કહી શકાય તેવા સમાચાર સામે આવ્યા છે.
ગુજરાતનો બનાસકાંઠા જિલ્લો કોરોનામુક્ત બની ગયો છે. જેને પગેલે સ્થાનિક તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. આ સાથે જ જિલ્લામાં રહેતા લોકોએ પણ ભયમુક્ત માહોલનો અનુહવ કર્યો છે. મળતી માહિતી મુજબ બનાસકાંઠામાં અત્યાર સુધીમાં 40845 ટેસ્ટ કરવામાં આવ્યા છે જ્યારે જિલ્લામાં કોરોનાથી અત્યાર સુધીમાં 16 લોકોનાં મોત નિપજ્યાં છે.