હિંદ મહાસાગરમાં અમેરિકન જહાજાેને નિશાન બનાવ્યા

નવી દિલ્હી :હુથી બળવાખોરોએ દાવો કર્યાે હતો કે તેઓએ લાલ સમુદ્ર અને હિંદ મહાસાગરમાં યુએસ એરક્રાફ્ટ કેરિયર, એક યુદ્ધ જહાજ અને ત્રણ જહાજાેને નિશાન બનાવ્યા હતા. ઈરાન સમર્થિત જૂથના સૈન્ય પ્રવક્તા યાહ્યા સરીએ શનિવારે આ માહિતી આપી હતી.ઈરાન સમર્થિત યમનના હુથી બળવાખોરોએ લાલ સમુદ્ર અને હિંદ મહાસાગરમાં યુએસ એરક્રાફ્ટ કેરિયર, એક યુદ્ધ જહાજ અને ત્રણ જહાજાેને નિશાન બનાવીને છ ઓપરેશન કર્યા હોવાનો દાવો કર્યાે હતો. ઈરાન સમર્થિત જૂથના સૈન્ય પ્રવક્તા યાહ્યા સરીએ શનિવારે આ માહિતી આપી હતી.યાહ્યાએ કહ્યું કે અમારા જૂથે લાલ સમુદ્રના ઉત્તરમાં અમેરિકન એરક્રાફ્ટ કેરિયર આઈઝનહોવરને અનેક મિસાઈલો અને ડ્રોન વડે નિશાન બનાવ્યું. તેણે કહ્યું કે છેલ્લા ૨૪ કલાકમાં આ અમારો બીજાે હુમલો હતો.હુથી બળવાખોરોના ડ્રોન અને મિસાઈલ હુમલાઓ બાબ અલ-મંડબ સ્ટ્રેટ અને એડનની ખાડીને લક્ષ્યમાં રાખે છે. પરિણામે, માલવાહક જહાજાેને નવેમ્બરથી દક્ષિણ આફ્રિકાની આસપાસ લાંબી અને વધુ ખર્ચાળ મુસાફરી કરવાની ફરજ પડી છે.પ્રવક્તાએ એમ પણ કહ્યું કે અન્ય ઓપરેશનમાં લાલ સમુદ્રમાં યુએસ યુદ્ધ જહાજ અને એબલિયાની જહાજને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત મૈના જહાજને પણ નિશાન બનાવવામાં આવ્યું છે. આ જહાજને લાલ સમુદ્ર અને અરબી સમુદ્રમાં બે વખત નિશાન બનાવવામાં આવ્યું છે. આ સાથે હિંદ મહાસાગરમાં અલોરાઈક જહાજ પર પણ હુમલો કરવામાં આવ્યો છે. હુથી મિલિશિયાએ કહ્યું કે તે ગાઝામાં ઇઝરાયેલ સામે લડી રહેલા પેલેસ્ટિનિયનોના સમર્થનમાં લાલ સમુદ્ર અને અરબી સમુદ્રમાં માલવાહક જહાજાે પર હુમલો કરી રહ્યું છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution