અમેરિકી રિસર્ચ ફર્મનો દાવોઃ સ્વિસ બેંકે અદાણીના અનેક બેંક ખાતા ફ્રીઝ કર્યા

નવીદિલ્હી: હિંડનબર્ગે અદાણી ગ્રુપ અંગે ફરીથી એકવાર ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અમેરિકી રિસર્ચ ફર્મનો દાવો છે કે અદાણી ગ્રુપ મની લોન્ડરિંગ અને ફ્રોડ અંગે તપાસ કરવામાં આવી છે. હિંડનબર્ગના તાજા આરોપ મુજબ સ્વિસ બેંકે અદાણીના અનેક બેંક ખાતા ફ્રીઝ કર્યા છે. સ્વિસ બેંકે ૩૧ કરોડ ડોલર (લગભગ ૨૬૦૦ કરોડ રૂપિયા)થી વધુની રકમ ફ્રીઝ કરી છે અને આ મામલે વર્ષ ૨૦૨૧થી તપાસ ચાલુ છે. એક બાજુ સેબી ચેરપર્સન વિરુદ્ધ હિંડનબર્ગના રિપોર્ટે ખળભળાટ મચાવેલો છે જ્યારે એકવાર ફરીથી અદાણી ગ્રુપ પર તાજાે મામલો ઘણો ગંભીર છે. આ રિપોર્ટ બાદ હવે અદાણી ગ્રુપના શેરો ઉપર પણ નજર રહેશે. હિંડનબર્ગ રિસર્ચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં લખ્યું છે કે સ્વિસ અધિકારીઓએ અદાણી ગ્રુપ સંલગ્ન મની લોન્ડરિંગ અને સિક્યુરિટિઝ પર ફ્રોડના આરોપમાં તપાસ હેઠળ ૬ એકાઉન્ટમાં ડિપોઝિટ ૩૧ કરોડ ડોલર એટલે કે ૨૬૦૦ કરોડ રૂપિયા ફ્રીઝ કર્યા છે. આ જાણકારી અમેરિકી શોર્ટ સેલર હિંડનબર્ગ ગ્રુપે હાલમાં ચાલી રહેલા સ્વિસ ક્રિમિનલ કોર્ટના રેકોર્ડનો હવાલો આપતા આપી છે. પોસ્ટ મુજબ આ તપાસ લગભગ ૩ વર્ષ એટલે કે ૨૦૨૧થી ચાલે છે. જેમાં ભારતીય સમૂહ સાથે જાેડાયેલી સંદિગ્ધ ઓફશોર ફર્મ સંલગ્ન ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શનને પણ હાઈલાઈટ કરાયા છે. હિંડનબર્ગે સ્વિસ મીડિયા રિપોર્ટ્‌સનો હવાલો આપતા કહ્યું કે પ્રોસિક્યુટર્સે જણાવ્યુ છે કે કેવી રીતે અદાણીના એક સહયોગી (ફ્રન્ટમેન)એ મ્ફૈં/મોરેશિયસ અને બર્મૂડાના સંદિગ્ધ ફંડોમાં રોકાણ કર્યું હતું. આ ફંડ્‌સના મોટા ભાગના પૈસા અદાણી ગ્રુપના શેર્સમાં લાગ્યા હતા. આ જાણકારી સ્વિસ ક્રિમિનલ કોર્ટના રેકોર્ડ્‌સમાંથી મળી છે. અદાણી-હિંડનબર્ગ વિવાદ જાણે પૂરો થવાનું નામ જ લેતું નથી. ઓગસ્ટમાં જ હિંડનબર્ગે નવા આરોપ લગાવ્યા હતા. ૨૦૨૩ની શરૂઆતમાં શોર્ટ સેલરે અદાણી ગ્રુપ પર ટેક્સ હેવન દ્વારા બજારના નિયમો તોડવાનો આરોપ લગાવ્યો હતો. હિંડનબર્ગ રિસર્ચે માર્કેટ રેગ્યુલેટર સેબીના ચેરપર્સન માધબી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચ પર આરોપ લગાવ્યો છે કે તેમણે એક ઓફશોર ફંડ્‌સમાં રોકાણ કર્યું હતું જેનો સંબંધ અદાણી ગ્રુપ સાથે છે. આ સમગ્ર મામલે ગ્રુપના પ્રવક્તાએ આરોપોને નિરર્થક, તર્કહીન અને વાહિયાત ગણાવતા કહ્યું કે, અદાણી સમૂહની સ્વિસ કોર્ટની કોઈ પણ કાર્યવાહીમાં કોઈ ભાગીદારી નથી. ન તો અમારી કંપનીના કોઈ પણ ખાતાને કોઈ પણ ઓથોરિટી દ્વારા ફ્રીઝ કરાયા છે. નિવેદનમાં કહેવાયું છે કે અમને એ કહેવામાં કોઈ સંકોચ નથી કે આ અમારા ગ્રુપની પ્રતિષ્ઠા અને માર્કેટ વેલ્યુને અપરિવર્તનીય ક્ષતિ પહોંચાડવા માટે એકજૂથ થઈને કામ કરનારા એક જ સમૂહ દ્વારા એક સુનિયોજિત અને ગંભીર પ્રયત્ન છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution