અમેરિકા દવાઓ માટે ચીન અને અન્ય દેશો પર નિર્ભર નહીં રહે : ટ્રમ્પ

વોશિંગ્ટન-

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા દવાઓ અને તબીબી સપ્લાય માટે ચીન અને અન્ય દેશો પરની નિર્ભર નહીં રહે. તેમણે કહ્યું કે, કોરોના વાઇરસ ફેલાવીને, બેજિંગે અમેરિકા અને દુનિયાને જે નુકસાન પહોંચાડ્યું કર્યા છે તેની કિંમત ચૂકવવી પડશે.

ટ્રમ્પ અને અનેક દેશોના નેતાઓએ ચાઇના પર જીવલેણ રોગ વિશે માહિતી ન આપવામાં અને પારદર્શિતા ન રાખવાનો આરોપ લગાવ્યો છે. જેના કારણે વિશ્વભરમાં મોટી સંખ્યામાં લોકોનું મોત થયું છે અને આર્થિક સંકટ સર્જાયું છે.જો કે, ચીને યુ.એસ.ના આક્ષેપોને નકારી કાઢયો અને યુએસ પર આરોપ લગાવ્યો કે, ત્યા લોકોનું ધ્યાન હટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.ત્યા કહેવામાં આવ્યું કે, વાઇરસની ઉત્પત્તિ વુહાનની એક પ્રયોગશાળામાંથી થઈ છે.વ્હર્લપૂલના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની મુલાકાત લેવા ઓહિયો જતા પહેલાં ટ્રમ્પે ગુરુવારે વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારોને જણાવ્યું હતું કે, "ચીને જે કર્યું તે ભયંકર છે." પછી ભલે તે તેને રોકવામાં અસમર્થ હતું અથવા તેણે તે જાણી જોઈને કર્યું પરંતુ તે ફક્ત અમેરિકા જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ભયાનક છે.તેમણે કહ્યું કે બેઇજિંગને કોરોના વાઇરસ ફેલાવીને અમેરિકા અને દુનિયાને અપાયેલા ઘાની કિંમત ચૂકવવી પડશે.રાષ્ટ્રપતિએ કહ્યું, "આગામી ચાર વર્ષમાં અમે આમારા દેશમાં દવા અને તબીબી સપ્લાય ચેઇન લાવીશું અને ચીન અને અન્ય વિદેશી દેશો પરની નિર્ભર નહીં રહીએ.તેમણે અમેરિકન કામદારોને વચન આપ્યું હતું કે તેઓ દેશમાં વધુ રોજગારી ઉત્પન્ન થાય તે માટે દરેક પ્રયાસ કરશે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution