વોશિગ્ટંન-
અમેરિકાની સરકાર એ નવા વિદેશી વિદ્યાર્થીઓને હાલ દેશમાં આવવાની મંજૂરી નહીં આપે, જેઓએ હાલમાં જ કોઈ અમેરિકાની કોલેજ કે યુનિવર્સિટીમાં એડમિશન લીધું છે અને જેઓના બધા ક્લાસ ઓનલાઈન થયા છે. આ નવો આદેશ ટ્રમ્પ સરકારના ઇમિગ્રેશન અને કસ્ટમ એન્ફોર્સમેન્ટ વિભાગએ બહાર પાડ્યો છે.
આઇસીઇએ બહાર પાડેલા નિવેદનમાં કહ્યુ છે કે જે વિદ્યાર્થીઓને 9 માર્ચ 2020 પછી એડમિશન લીધું છે, તેઓ આગામી આદેશ સુધી અમેરિકામાં નહીં આવી શકે. તે નોન ઈમિગ્રેન્ટ વિદ્યાર્થી છે, જેઓનો સંપૂર્ણ અભ્યાસ ઓનલાઈન છે. આ માટે શૈક્ષણિક સંસ્થાઓએ એક નવું ફોર્મ આઈ-20 બહાર પાડવું પડશે. તેના દ્વારા નોન-ઈમિગ્રેન્ટ વિદ્યાર્થીોની યોગ્યતાની સ્થિતિ ચેક કરાશે.
સ્ટુડન્ટ એન્ડ એક્સચેન્જ વિઝિટર પ્રોગ્રામ મુજબ 9 માર્ચના રોજ માર્ગદર્શન બહાર પડાયું હતું. આઇસીઇને કહેવામાં આવ્યું છે કે તેઓ બધા વિદેશી વિદ્યાર્થીઓ પાસે તેનું પાલન કરાવે. જેમાં કહેવાયું છે કે શૈક્ષણિક સંસ્થાઓ ડિસ્ટન્સ લર્નિગં પ્રોત્સાહન આપે. બીજા શબ્દોમાં કહીએ તો હાલ આ આદેશ ઓનલાઈન ક્લાસિસને પ્રોત્સાહન આપવા માટે બહાર પડાયો છે. તેમા કહેવાયું છે કે કોરોના વાઈરસની મહામારીના કારણે આ આદેશ બહાર પડાયો છે.
બે સપ્તાહ પહેલા આઇસીઇએ આવોજ એક આદેશ બહાર પાડ્યો હતો. તેમા વિદેશી વિદ્યાર્થીઓને અમેરિકામાં આવતા રોકવાની સાથે તે વિદ્યાર્થીઓને દેશ છોડવા માટે કહેવાયું હતું જેઓના ક્લાસ ઓનલાઈન છે. વિદ્યાર્થીઓ સાથે અમેરિકાની શૈક્ષણિક સંથાએ પણ તેના ઉપર સવાલો ઉઠાવ્યા હતા. બાદમાં તેમાં ફેરફાર કરાયો હતો.
ઉલ્લેખનીય છે કે અત્યારે 11 લાખથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ પાસે અમેરિકાના સક્રિય વિદ્યાર્થી વિઝા છે. ઈસીઈના આધારે એફ 1ના વિદ્યાર્થીઓ શૈક્ષણિક પાઠ્યક્રમ કાર્યમાં સામેલ થાય છે જ્યારે એમ -1 વિદ્યાર્થીઓ વોકેશનલ કોર્સવર્ક કરે છે.