વોશિગ્ટંન-
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવક્તાના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ ભારત અને ચીનના લોકો વચ્ચે શાંતિ માટે શક્ય તેટલું બધું કરવા માગે છે. ભારત અને ચીન વચ્ચે છેલ્લા ઘણા સમયથી સરહદ વિવાદ ચાલી રહ્યો છે અને અમેરિકા ચીન વિરુધ્ધ ભારતને સમર્થન આપી રહ્યું છે.
વ્હાઇટ હાઉસના સેક્રેટરી કેલેઇ મૈકનીએ ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પ કહ્યું હતું કે તેઓ ભારતના લોકોને પ્રેમ કરે છે અને તેઓ ચીનના લોકોને પ્રેમ કરે છે અને તેઓ શાંતિમાં છે. અમે દરેક પ્રયત્નો શક્ય બનાવવાની ઇચ્છા રાખીએ છીએ.