અમેરિકાએ આતંકી સિરાજુદ્દીન હક્કાની સામે ૮૩ કરોડ રૂપિયાનું ઈનામ જાહેર કર્યુ

વોશિગ્ટન:દુનિયામાં ખતરનાક આતંકવાદીઓની યાદી ઘણી લાંબી છે. પરંતુ આ યાદીમાં એક નામ વારંવાર ચર્ચામાં રહે છે અને તે છે સિરાજુદ્દીન હક્કાની. સિરાજુદ્દીન હક્કાનીની ગણતરી અમેરિકાના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓમાં થાય છે. જેના પર અમેરિકાએ કરોડો રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે.

તાજેતરમાં જ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે સિરાજુદ્દીન હક્કાની પરનો પ્રવાસ પ્રતિબંધ હટાવી લીધો છે. બે દિવસ પહેલા આ પ્રતિબંધ હટાવ્યા બાદ હક્કાનીએ હજ યાત્રા કરવાની યોજના બનાવી હતી અને આ સંબંધમાં તે સંયુક્ત આરબ અમીરાત એટલે કે યુએઈ પહોંચી ગયો છે. અફઘાનિસ્તાન પર કબજાે જમાવ્યા બાદ યુએનએસસીએ હક્કાનીના વિદેશ જવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

સિરાજુદ્દીન હક્કાનીનો ગુનાખોરીનો ઈતિહાસ ઘણો લાંબો છે. પાકિસ્તાનમાં ઉછરેલો હક્કાની હંમેશા અફઘાનિસ્તાનમાં ગૃહયુદ્ધને વેગ આપતો રહ્યો છે. સિરાજુદ્દીન હક્કાની તાલિબાનનો વડા હોવાનું કહેવાય છે. ૨૦૧૦ દરમિયાન અમેરિકામાં થયેલા ઘણા આતંકવાદી હુમલા પાછળ સિરાજુદ્દીન હક્કાનીનો હાથ હોવાનું કહેવાય છે. જે બાદ અમેરિકાએ હક્કાની પર ૮૩ કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી. ત્યારથી સિરાજુદ્દીન હક્કાનીનું નામ અમેરિકાના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓમાં સામેલ થઈ ગયું છે.

દાયકાઓના ગૃહયુદ્ધ બાદ ઓગસ્ટ ૨૦૨૧માં તાલિબાને અફઘાનિસ્તાન પર કબજાે કર્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution