નવી દિલ્હી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ હુરુન ગ્લોબલ રિચ લિસ્ટમાં ભારતના સૌથી ધનિક વ્યક્તિનું બિરુદ જાળવી રાખ્યું છે. બીજા નંબરે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી છે. તેઓ ભારતના સૌથી મોટા સંપત્તિ મેળવનારા વ્યક્તિ છે. તેમની કુલ સંપત્તિમાં ૧૩% (૧ લાખ કરોડ)નો વધારો થયો છે.એચસીએલના રોશની નાદર ત્રીજા નંબરે છે. ભારતના ટોચના ૧૦ ધનિકોમાં તે એકમાત્ર મહિલા છે. તાજેતરમાં એચસીએલના સ્થાપક શિવ નાદરે કંપનીમાં ૪૭% હિસ્સો તેમની પુત્રી રોશનીને ટ્રાન્સફર કર્યો. આ કારણે, તેણીને પહેલીવાર ટોચના દસ અમીર લોકોની યાદીમાં સામેલ કરવામાં આવ્યાં છે.ઈલોન મસ્ક વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ટેસ્લા અને સ્પેસએક્સ જેવી કંપનીઓના માલિક ઈલોન મસ્ક વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે. ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી યુએસ રાષ્ટ્રપતિ પદે ચૂંટાયા પછી મસ્કની નેટવર્થ ૮૨% (૧૮૯ બિલિયન ડોલર)નો વધારો થયો છે. એમેઝોનના ફાઉન્ડર જેફ
બેઝોસ બીજા નંબરે છે.