હિંદુ ધર્મમાં અમાસ નું વિશેષ ધાર્મિક મહત્વ છે. અન્ય રાજ્યો માં 25 જુલાઇથી શ્રાવણ મહિનો શરૂ થયો ગયો છે.માટે આ અમાસ અન્ય રાજ્યો માટે શ્રાવણી અમાસ કહેવામાં આવશે જેનું મહત્વ ખૂબ જ હોય છે. જયારે ગુજરાત માં 9 ઑગસ્ટ થઈ શરૂ થશે.
આ મહિનો ભગવાન શિવનો મહિનો માનવામાં આવે છે, અને સમગ્ર મહિનામાં ભગવાન ભોલેનાથની પૂજા કરવામાં આવે છે. ચાતુર્માસ ચાલી રહ્યો છે.જ્યોતિષ શાસ્ત્રી કિન્નરી દરજી ના જણાવ્યા મુજબ, 8 ઓગસ્ટ 2021 ના રોજ પુષ્ય નક્ષત્ર અને અમાવસ્યા નો શુભ સંયોગ છે.
પુષ્ય નક્ષત્ર બધા જ નક્ષત્રો માં રાજા ગણવા માં આવે છે.
આ નક્ષત્ર ને હરિયાળી અમાસ પણ કહેવામાં આવે છે. આ શુભ દિવસે વૃક્ષા રોપણ કરવા માં આવે તો ઉત્તમ ફળ ની પ્રાપ્તિ થાય છે. પુષ્ય નક્ષત્ર અને અમાસ ના આ શુભ સંયોગ પર જો પિતૃ દાન કે પૂજા કરવા માં આવે તો પિતૃઓ નો મોક્ષ પ્રાપ્ત થાય છે.
હરિયાળી અમાવસ્યા પર પીપલ અને તુલસીની પૂજા કરવામાં આવે છે. તેમજ આ દિવસે કેરી, આમળા, પીપળ, વડ અને લીમડાના રોપા રોપવાથી સુખ સમૃદ્ધિ વધે છે. અમાસ ના દિવસે કરવા માં આવેલું દાન ગ્રહ પીડા માથી મુક્તિ અપાવે છે. કુંડળી માં રહેલા દોષો શાંત થાય છે.
રાશિ પ્રમાણે યથા શક્તિ મુજબ દાન કરવું
મેષ : મેષ રાશિ નો સ્વામી મંગળ છે જેથી તાંબાના સિક્કા , સિંદૂર હનુમાનજી ના મંદિર માં દાન કરવું
વૃષભ :- વૃષભ રાશિ નો સ્વામી શુક્ર હોવાથી સફેદ કપડું અને ઘી મંદિર માં દાન કરવું
મિથુન :- મિથુન રાશિ નો સ્વામી બુધ હોવાથી કૃષ્ણ ના મંદિર માં તુલસી ના છોડ નું દાન કરવું, ગાય ને ઘાસ ખવડાવું
કર્ક :- કર્ક રાશિ નો સ્વામી ચંદ્ર હોવાથી ચાંદી નો સિક્કો શિવ ના મંદિર માં દાન કરવો , ગરીબ બાળકો ને દૂધ નું દાન કરવું
સિંહ:- સિંહ રાશિ નો સ્વામી સૂર્ય હોવાથી ગાય ને ઘઉં ખવડાવવા, મંદિર માં ઘઉં નું દાન આપવું
કન્યા :- કન્યા રાશિ નો સ્વામી બુધ હોવાથી લીલા કપડાં નું દાન ગરીબો ને આપવું, દેવી માં ના મંદિરે લિલી ચુંદડી આપવી
તુલા:- તુલા રાશિ નો સ્વામી શુક્ર હોવા થી ચોખા નું દાન કરવું, કુંવારી નાની કન્યા ઓ ને મીઠાઈ નું દાન કરવું
વૃશ્ચિક :- વૃશ્ચિક નો સ્વામી મંગળ ગ્રહ છે . શિવ ના મંદિર માં કસ્તુરી ક કેસર નું દાન આપવું
ધન :- ધન રાશિ નો સ્વામી ગુરુ હોવાથી ગાય ને ચણા ની દાળ ખવડાવી ગરીબ માં ચણા ની દાળ વેહચવી.
મકર :- મકર રાશિ નો સ્વામી શનિ હોવાથી શનિ મંદિર અડદ ની દાળ નું દાન કરવું
કુંભ :- કુંભ રાશિ નો સ્વામી શનિ હોવાથી ગરીબ ને કાળા કપડાં ધાબળા દાન કરવા , સરસિયા ના તેલ માં ચેહરો જોઈ ને ગરીબ ને દાન કરી દેવું
મીન :- મીન રાશિ નો સ્વામી ગુરુ હોવાથી ચણા ના દાળ ની મીઠાઈ બ્રાહ્મણ ને દાન કરવી , પીળા વસ્ત્રો વસ્ત્રો નું દાન કરવું