તાપસી પન્નુએ માર્ચ મહિનામાં જ ડેનિશ બેડમિન્ટન પ્લેયર મેથિઆસ બૉ સાથે લગ્ન કર્યા છે. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં તેણે એક મહત્વનો ખુલાસો કર્યાે છે. શિખર ધવન સાથેની વાતચીત દરમિયાન તાપસીએ ખુલાસો કર્યાે હતો કે તેનો પ્રિટી ઝીંટા જેવા દેખાવ તેને બોલિવૂડ સુધી લાવ્યો છે. તાપસીએ એમ પણ કહ્યું હતું કે શરૂઆતમાં તે પ્રિટી જેવું બનવાની કોશિશ પણ કરતી હતી. તાજેતરમાં જ તાપસી શિખર ધવનના શો ‘ધવન કરેંગે’માં આવી હતી. તાપસીએ કહ્યું,“હું શરૂઆતમાં બોલિવૂડમાં આવી કારણ કે મારા દેખાવમાં પ્રિટી ઝિંટા સાથે સામ્યતા હતી. તેની બહુ પોઝિટીવ એનર્જી છે અને તમે એ બરાબર રીતે જાણો છો.” તાપસીએ વધુમાં કહ્યું, “મને લાગ્યું કે મારે તેની છાપ પર ખરા ઉતરવું જાેઈએ કારણ કે હું તેના નામના કારણે બોલિવૂડમાં આવી હતી. તો હું હંમેશા પ્રયત્ન કરું છું કે હું તેના જેવી બની શકું.” તેણે પ્રિટીને જીવંત અને જ્ઞાની ગણાવી હતી. ૨૧થી ૨૪ માર્ચ દરમિયાન તાપસીએ એક નાના સમારોહમાં ઉદયપુરમાં લગ્ન કર્યા. તાપસીના પ્રાઇવેટ લગ્ન વિશે એક સ્ત્રોત દ્વારા માહિતી આપવામાં આવી હતી, “તાપસીએ પોતાના મૂળને વળગી રહીને ભારતમાં જ લગ્ન કર્યા હતા. વિદેશથી ઘણાં સેલેબ્રિટીઝ આ લગ્ન માટે ભારત આવ્યા હતા. સાથે તેણે એ પણ તકેદારી રાખી હતી કે તેના લગ્નની એક પણ માહિતિ જાહેર ન થાય. તેણે માહિતી દબાવવાના પ્રયત્ન ન કર્યા તેના પરિણામે આ બોલિવૂડની સૌથી શાંતિથી થઈ ગયેલાં લગ્ન હતાં.” આ સ્ત્રોતે એવું પણ કહ્યું હતું, “તેણે પોતાની બહેનને વેડિંગ ઓર્ગેનાઇઝર તરીકે રાખી અને પોતાના સંબંધીઓને પોતાના સ્ટાઇલિસ્ટ, ડિઝાઈનર અને ઘણું, કોઈ પણ માહિતી લીક ન થાય તે માટે તેમણે બારીકાઈથી ધ્યાન રાખ્યું. નજીકના સંબંધીઓ અને મિત્રોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેમને કડકપણે નો-ફોન પોલિસીનું પાલન કરવાનું હતું. કોઈ પણ પ્રકારના ઓનલાઇન ફટો અપલોડને નિયંત્રણમાં રખાયા હતા.”