તમારી તકલીફોને દૂર કરી દેશે ફટકડી: બેસ્ટ ઉપચાર

જ્યારથી કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારથી લોકો ઘરેલૂ ઉપાયો પર પણ ધ્યાન આપવા લાગ્યા છે. આપણાં ઘરમાં ઘણી એવી વસ્તુઓ પડી હોય છે જેના કમાલના ફાયદા આપણને ખૂબબર જ નથી હોતા. એવી જ એક વસ્તુ છે ફટકડી, જે લગભગ દરેક ઘરમાં હોય જ છે. ફટકડી લાલ તેમજ સફેદ બે પ્રકારની હોય છે. ફટકડીમાં અનેક ગુણો રહેલા છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. ચાલો આજે જાણી લો ફટકડીના બેસ્ટ ફાયદા.

પુરૂષો ફટકડીને આફ્ટર શેવ તરીકે ઉપયોગ કરી શકે છે. ફટકડીનો ઉપયોગ પહેલાના સમયમાં સ્ત્રીઓ ચહેરાની ત્વચાને ટાઈટ કરવા માટે કરતી હતી. ફટકડી બેક્ટેરિયાનો નાશ કરે છે. આમાં એન્ટીબેક્ટેરિયલ હોવાથી દાંત સાથે જોડાયેલા રોગોમાંથી છુટકારો મેળવવા માટે પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો. આમ

લોહી બંધ થશે:

જો કંઈ વાગી ગયું હોય કે ઘામાંથી લોહી નીકળતું હોય તો તેને ફટકડીના પાણીથી ધુઓ અને પછી ફટકડીનું પાઉડર તેની પર લગાવો. લોહી નીકળતું બંધ થઈ જશે.

કરચલીઓ દૂર કરે છે:

રાતે સૂતા પહેલાં ફટકડીના ટુકડાને ઠંડા પાણીમાં પલાળી તેનાથી ચહેરા પર હળવા હાથે મસાજ કરો. સૂકાયા બાદ ધોઈને મોઈશ્ચરાઈઝર લગાવો. કરચલીઓ ઝડપથી દૂર થશે અને ગ્લો વધશે.

પરસેવામાં રાહત:

જે લોકોને ઉનાળામાં અથવા કોઈપણ સીઝનમાં વધુ પરસેવો થતો હોય અને તેમાંથી આવતી દુર્ગંધથી પરેશાન છો તો રોજ ફટકડીવાળા પાણીથી સ્નાન કરો. સમસ્યા દૂર થશે. તેના માટે એક ડોલ પાણીમાં અડધી ચમચી ફટકડીનો પાઉડર નાખી દેવો. પછી એ પાણીથી સ્નાન કરવું.

સનબર્નમાં ફાયદો:

સ્કિન માટે પણ ફટકડી ખૂબ જ અસરકારક છે. એક કપ પાણીમાં 2 ચમચી ફટકડી પાઉડર મિક્સ કરી તેને સનબર્નવાળા ભાગે રોજ લગાવો અને 10 મિનિટ બાદ ધોઈ લો. ખુજલીમાં પણ આરામ મળશે.

દાંતનો દુખાવો:

ચપટી શેકેલી ફટકડી, સરસિયાનું તેલ અને ચપટી સિંધવ મીઠું મિક્સ કરી દુખાવાવાળા ભાગ પર લગાવો. તરત જ આરામ મળશે. આ ઉપાય દિવસમાં 2-3 વાર કરવાથી તમને દવા વિના જ સારું થઈ જશે.

મોંના ચાંદા:

ઘણાં લોકોને વારંવાર મોંમાં ચાંદા થઈ જતાં હોય છે તેના માટે ચપટી શેકેલી ફટકડી, એલચીના દાણા અને કાથો લઈ પીસી લો. પછી તેને ચાંદાવાળા ભાગ પર લગાવો. રાહત મળશે.

પગની દુર્ગંધ:

ફટકડીવાળા પાણીમાં 15 મિનિટ સુધી પગ ડુબાડીને રાખવાથી પગના સોજા, થાક, દુર્ગંધ અને ફંગલ ઈન્ફેક્શન જેવી પ્રોબ્લેમ્સ દૂર થાય છે. આવું રોજ એકવાર કરો.

કાકડામાં રાહત:

કાકડા થવા પર ગરમ પાણીમાં ચપટી ફટકડી અને મીઠું નાખીને કોગળા કરવા. તેનાથી ગળાનો દુખાવો અને સોજો દૂર થાય છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution