અમે ભલે તેમનાથી અલગ છીએ પરંતુ તેમની સાથે અમારા સંબંધ પહેલાં પણ રહ્યા છેઃ ઠાકરે

દિલ્હી-

કોરોના મહામારી વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ નવી દિલ્હી ખાતે વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી. ઉદ્ધવ ઠાકરે સાથે મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે વડાપ્રધાન નિવાસ સ્થાને પહોંચીને વડાપ્રધાન મોદી સાથેની મુલાકાતમાં ઉપસ્થિત રહ્યા હતા.

ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કર્યા બાદ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ઉદ્ધવે જણાવ્યુ હતું કે વડાપ્રધાને અમારા દરેક મુદ્દાને ધ્યાનથી સાંભળ્યા છે અને ગંભીરતા સાથે વિચાર કરવાની વાત જણાવી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યુ હતું કે વડાપ્રધાનન મોદી સાથે મરાઠા અનામત, રાજનીતિક આરક્ષણ, મેટ્રો શેડ, ય્જી્‌ કલેકશન,ક્રોપ ઇન્શ્યોરન્સ, સાઈક્લોન સહિતના અન્ય મુદાઓ પર વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી. ઉદ્ધવ ઠાકરે દ્વારા માંગ કરવામાં આવી હતી કે મરાઠી ભાષાને કેન્દ્ર તરફથી સ્ટેટસ આપવામાં આવે. ઉદ્ધવે જણાવ્યુ હતું કે દરેક વિષયો બાબતે અમે વડાપ્રધાનને પત્ર સોંપ્યો છે.

મોદી સાથે મુલાકાત બાદ ઉદ્ધવ ઠાકરેની અચાનક મુલાકાત બાબતના સવાલ પર તેમણે જણાવ્યુ હતું કે જાે તેઓ વડાપ્રધાન સાથે મળવા માંગે છે. તેમાં ખોટું શું છે? તેઓ કોઈ પરવેજ મુશર્રફ કે નવાઝ શરીફ તો નથી. ઉદ્ધવે વધુમાં કહ્યું હતું કે અમે ભલે તેમનાથી અલગ છીએ પરંતુ તેમની સાથે અમારા સંબંધ પહેલા પણ રહ્યા છે.મરાઠા અનામત મુદ્દે રાજ્ય સરકારના અશોક ચૌહાણે જણાવ્યુ હતું કે આનામત મામલે રાજ્યો કરતાં વધુ શક્તિ કેન્દ્ર પાસે છે, એવામાં કેન્દ્ર સરકારે આ મુદ્દે આગળ આવીને પગલાં ભરવા જાેઈએ અને સુપ્રીમ કોર્ટ સમક્ષ તમામનો પક્ષ રાખવો જાેઈએ. કોરોનાની મુશ્કેલી હોય કે વેક્સિનેશન બાબત, જીએસટી કલેકશનની વાત હોય કે પછી મરાઠા અનામત પર હાલમાં જ આવેલા સુપ્રીમ કોર્ટના ર્નિણય સહિત બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. પ્રેસ કોન્ફરન્સમાં ડેપ્યુટી સીએમ અજિત પવારે જણાવ્યુ હતું કે અનામત મુદ્દો માત્ર મહારાષ્ટ્રનો જ નથી, પરંતુ દેશભરનો છે, આ ઉપરાંત જીએસટી બાબતે કહ્યું હતું કે અમારા ૨૪ હજાર કરોડ રૂપિયાનો હિસ્સો અમને મળવાનો બાકી છે, તે વહેલી તકે અમને આપવામાં આવે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution