અમદાવાદ, સફાઈ અભિયાનને અમ્યુકોના શાસકોએ ફારસ બનાવીને રાખી દીધો છે તેમાં પણ શહેરના પૂર્વ પ્રાથમિક સુવિધા માટે હંમેશા ચર્ચામાં રહે છે રહેણાક વિસ્તારોમાં સફાઈ નું સદંતર અભાવ ની વ્યાપક ફરિયાદો મ્યુનિ તંત્ર ની કચેરી સબ સ્ટેશન હોય એ જાહેર રસ્તા ઠેર ઠેર કચરાના ઢગલા જાેવા મળી રહ્યા છે છતાં નઘરોળ તંત્રના પેટનું પાણી હાલતું નથી.
તંત્રની ઉદાસીનતાના કારણે વોર્ડના લોકો ગંદકી વચ્ચે જીવવા મજબૂર બન્યા છે સફાઈ તાકીદે કરાવવામાં આવે તેવી તીવ્ર લોકમાંગ ઉઠવા પામી છે ગોમતીપુરમાં આવેલી શાળા નંબર ૩/૪ વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનમાં જ ગંદકી જાેવા મળી રહી છે વિસ્તારના લોકો માટે જ્યાંથી પીવાનું પાણી આપવામાં આવે છે ત્યાં જ સફાઈનો અભાવ જાેવા મળી રહ્યો છે જેના લીધે દુર્ગંધ મારે છે પાણીની ટાંકી સહિત આજુબાજુની જગ્યા પર યોગ્ય સફાઈ માટેની રજૂઆતો અનેકવાર સ્થાનિકો દ્વારા કરવામાં આવે છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી જ ન હોવાનો કથિત આરોપી સ્થાનિકો લગાવી રહ્યા છે. ગોમતીપુર ના મદીના નગર ખાતે તૈયાર થયેલ બ્રિજ પાસે જ કેટલાક લોકો જાહેરમાં કચરો ઠાલવતા ગંદકીનું સામ્રાજય સર્જાયુ છે કચરો નાખનાર સ્થાનિકો પર કાર્યવાહી કરવાને બદલે સ્થાનિક તંત્ર દોષનો ટોપલો વિરાટનગર રોડ પર ઢોળી હાથ ઊંચા કરી દે છે તંત્ર યોગ્ય કાર્યવાહી કરીને ગોમતીપુર વોર્ડ માં નિયમિત સફાઈ ની સાથે દવાનો છંટકાવ અને ફકિંગ કરે તેવી સ્થાનિક રહીશો તરફથી માંગ ઉઠવા પામી છે.