અમદાવાદ-
ચૂંટણીના પ્રચારને લઈને ભાજપ દ્વારા 30 જેટલા સ્ટાર પ્રચારકોની યાદી બહાર પાડવામાં આવી છે. ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી બહાર પાડતા રાજકારણ ગરમાયું છે કારણ કે, આ સ્ટાર પ્રચારકોની યાદીમાં પક્ષ પલટુ એવા અલ્પેશ ઠાકોરને સ્થાન મળ્યું છે પરંતુ ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને કોઈ સ્થાન મળ્યું નથી.
ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી તૈયાર કરી છે તેમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા, કૃષિમંત્રી આર.સી. ફળદુ, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ભીખુ દલસાણીયા, ભરતસિંહ પરમાર, મંત્રી મનસુખ માંડવીયા, સાંસદ ભારતી શિયાળ, ગોરધન ઝડફિયા, શંભુનાથ ટુંડિયા, ઋત્વિજ પટેલ, જ્યોતિ પંડ્યા, મંત્રી સૌરભ પટેલ, મંત્રી ગણપત વસાવા, મંત્રી કુંવરજી બાવળીયા, મંત્રી જવાહાર ચૌધરી, રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, રમણ પાટકર, મંત્રી વિભાવરી દવે, હકુભા જાડેજા, સાંસદ મોહન કુંડારિયા, કે.સી.પટેલ, રમણલાલ વોરા, દિલીપ સંઘાણી, હીરા સોલંકી અને અલ્પેશ ઠાકોરના નામનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, પેટાચૂંટણીના સંદર્ભમાં 17થી 19 ઓક્ટોબર દરમિયાન ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને પ્રદેશ સંગઠનના મહામંત્રી ભીખુ દલસાણીયા સહિત વિધાનસભાના ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જ અલગ-અલગ બેઠક પર સંગઠનાત્મક પ્રવાસ કરશે.