અમદાવાદ-
રાજ્યમાં 6 મહાનગર પાલિકાની ચૂંટણી ચાલી રહી છે. ત્યારે આ છ મહાનગરોમાં હાલ મતદાનને લઇને ઉત્સાહનો માહોલ છે. ત્યારે સામાન્ય જનતાથી લઈને સેલેબ્સ સુધીનાં તમમાં લોકો મતદાન કરવા પહોંચ્યા છે. ત્યારે આવામાં ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા હતા. મતદાન કર્યા બાદ તેઓએ કહ્યું કે, કહ્યું- તમામ મનપામાં ભાજપનો કબ્જો થશે. લોકશાહીનાં મહા પર્વ પર આજે લોકો સ્વેચ્છીક રીતે મતદાન કરવા આવી રહ્યા છે. ત્યારે ભાજપનાં નેતા અલ્પેશ ઠાકોરે અમદાવાદનાં રાણીપ વોર્ડ ખાતે આવેલી એમ.કે.દેસાઈ સ્કૂલમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન કરવા પહોંચેલા અલ્પેશ ઠાકોરે પહેલા કતારમાં ઉભા રહ્યા હતા અને બાદમાં તેમણે મતદાન કર્યુ હતુ. જણાવી દઇએ કે, કોરોનાનાં કારણે આ વર્ષે ચૂંટણીનો સમય થોડો લંબાવી દેવામાં આવ્યો છે.