પ્રોટેમ સ્પીકર સામે વિરોધ નોંધાવવાની સાથે વિપક્ષ પેપર લીક મુદ્દે સરકારને ઘેરશે

નવી દિલ્હી,: ૧૮મી લોકસભાનું પ્રથમ સત્ર આજથી શરૂ થયું છે. ૩ જુલાઈ સુધી ચાલનારા સત્રના પ્રથમ બે દિવસે નવા સાંસદોને શપથ લેવડાવવામાં આવ્યા હતા.

આજે પ્રથમ દિવસે સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના કેબિનેટ મંત્રીઓ સાંસદ તરીકે શપથ લીધાં હતા. પ્રોટેમ સ્પીકર ભર્તૃહરિ મહતાબે તેમને સદનની અંદર સાંસદ તરીકે શપથ લેવડાવ્યા. પીએમ મોદી બાદ રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ, રોડ ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીએ ક્રમશ ચૂંટાયેલાં સાંસદ તરીકે અને સદનના સભ્ય તરીકેના શપથ લીધાં. તે પછી મંત્રી પરિષદના અન્ય સભ્યોએ સાંસદ તરીકે શપથ લીધાં હતાં ત્યારબાદ નવા ચુંટાયેલા સાંસદોને શપથ લેવડાવવામાં આવ્યા હતાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે.રાષ્ટ્રપતિના સંબોધન પર ચર્ચા કરવામાં આવશે સંબોધન પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંસદમાં તેમની મંત્રી પરિષદની રજૂઆત કરે તેવી અપેક્ષા છે. રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચામાં વિરોધ પક્ષો આક્રમક વલણ અપનાવી શકે છે. આ સત્ર કુલ ૧૦ દિવસ ચાલશે, જેમાં ૮ મહત્ત્વની બેઠકો કરવામાં આવશે. વિપક્ષે નીટ યુજી પેપર લીક અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓને મોકૂફ રાખવાના મામલે સરકારને ઘેરવાની રણનીતિ બનાવી છે. સત્રના આરંભ સમયે સોનિયા ગાંધી સહિતના દિગ્ગજ નેતાઓ બંધારણની નકલો લઈ દેખાવ કર્યો હતો. કોંગ્રેસ પાર્ટીમાં મહત્વનું સ્થાન ધરાવતા કે.સી.વેણુગોપાલે ટ્‌વીટ કરતાં કહ્યું કે અમે બંધારણના રક્ષણ અને સમર્થન માટે પ્રતિબદ્ધ છીએ. અમે અન્યાય સામે લડવાના અમારા સંકલ્પમાં સંગઠીત છીએ. બાપુના આશીર્વાદ અને સંસદમાં લોકોના પ્રશ્નો, પડકારો, આશાઓ અને આકાંક્ષાઓને અવાજ આપવા અને સરકારને દર મિનિટે અંકુશમાં રાખવાના નવેસરથી સંકલ્પ સાથે ઇન્ડિયા મહાગઠબંધન પડકાર આપશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution