સરકાર બજેટમાં ડ્યૂટી ડિફરન્સ પર ભાર નહિં આપે તો સ્થાનિક ઇન્ડસ્ટ્રીઝ સાથે તેલીબિયા ઉત્પાદકોને પણ મોટી અસર પડી શકે



દેશમાં ખાદ્યતેલ ઇન્ડસ્ટ્રીઝ છેલ્લા કેટલાક સમયથી ક્રૂડ અને રિફાઇન્ડ ઓઇલ પરના ડ્યૂટી ડિફરન્સના કારણે મુશ્કેલીમાં છે. જાે સરકાર બજેટમાં ડ્યૂટી ડિફરન્સ પર ભાર નહિં આપે તો સ્થાનિક ઇન્ડસ્ટ્રીઝ સાથે તેલીબિયા ઉત્પાદકોને પણ મોટી અસર પડી શકે છે. સરકાર તેલીબિયાં પાકોમાં આત્મનિભર્ર બનવા તરફ આગળ વધી રહી છે આ લોંગટર્મ વિઝન છે જાેકે તેની પોઝિટીવ અસર પડવા લાગી છે.

દેશમાં આંધ્રપ્રદેશ અને તેલંગાણા પામતેલના ઉત્પાદન માટે ઉત્તમ સ્થળ છે આ સાથે સરકાર પામના ઉત્પાદન માટે સબસિડી પણ આપી રહી છે જેનો ફાયદો આગામી એકાદ દાયકામાં જાેવા મળી શકે છે. દેશમાં ખાદ્યતેલનો વપરાશ વાર્ષિક ધોરણે ૫૫ મિલિયન ટનનો રહ્યો છે જેમાંથી ૬૫-૭૦ ટકા આયાતી ખાદ્યતેલ પર આધાર રાખવો પડી રહ્યો હોવાનું એનકે પ્રોટિન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર પ્રિયમ પટેલે જણાવ્યું હતું.

વધુમાં તેઓએ નિર્દેશ કર્યો કે ખાદ્યતેલમાં પણ કપાસિયા તેલની માગ સતત વધી રહી છે. એટલું જ નહિં દેશના કુલ ઉત્પાદનમાં પણ ૬૫ ટકાથી વધુ હિસ્સો કપાસિયા તેલનો રહ્યો છે. ગુજરાત કપાસ અને કપાસિયાતેલ માટે વડુ મથક છે. કપાસિયા તેલના કુલ માર્કેટ હિસ્સામાંથી ૭૦ ટકા હિસ્સો એન કે પ્રોટીન્સ ધરાવે છે.

ખાદ્યતેલના ઉત્પાદન સામે વપરાશ વિશે તેઓએ વધુમાં ઉમેર્યું કે દેશમાં વાર્ષિક ધોરણે ખાદ્યતેલની માગ ૫-૭ ટકાના દરે વધી રહી છે. ચાલુ વરસે સારા વરસાદ અને તેલીબિયાં પાકોના સારા ભાવ ખેડૂતોને મળતા ઉત્પાદનમાં વધારો થવાની સંભાવના છે. જેનાથી પુરવઠામાં વધારો થશે જેના પગલે કિંમતો સ્થિર થવામાં મદદ મળશે. ફુગાવાને ડામવા અને કૃષિ ક્ષેત્રને ટેકો પૂરો પાડવા માટે સરકાર દ્વારા લેવાતા પગલાથી પણ બજારમાં સ્થિરતા લાવવામાં મદદ મળી શકે છે. ઓફ સિઝનના લીધે રશિયા અને યુક્રેઇન તરફથી સનફ્લાવર ઓઇલનો પુરવઠો મર્યાદિત છે. ઊંચા તાપમાનના લીધે સિઝનના અંત તથા આગામી પાકો બંને પર તેની અસર પડી છે. બીજા વૈકલ્પિક તેલની માંગ- કિંમતોમાં વધારો છે. આજેર્ન્ટિનામાં કામદારોના વિરોધપ્રદર્શન અને બ્રાઝિલમાં પૂરના લીધે સોયાબીન ઓઈલના પુરવઠામાં નોંધપાત્ર વિક્ષેપ પડ્યો છે. આ સિઝનમાં સોયાબીનના ઓછા પિલાણ અને વાયા બ્રાઝિલ આજેર્ન્ટિનાથી ઓછા શિપમેન્ટ્‌સના લીધે પુરવઠા પર લગામ ખેંચાઈ છે અને તેના લીધે ભાવ વધ્યા છે. ઇઝરાયેલ-પેલેસ્ટાઇન વિખવાદના લીધે સપ્લાય ચેઇનમાં વધુ વિક્ષેપ પડ્યો છે જેના લીધે વિવિધ ખાદ્યતેલની ઉપલબ્ધતામાં ફટકો પડ્યો છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution