સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ યોજના માટે બજેટમાં કેટલી જોગવાઈ થઈ

ગાંધીનગર-

રાજ્યમાં શિક્ષણ સેવાઓના વિકાસ માટે નાણાંમંત્રી દ્વારા કેટલીક ખાસ જોગવાઈઓ કરવામાં આવી હતી. આ પૈકી રાજ્યમાં અનુસૂચિત જાતિની 28 અને વિકસિત જાતિ ની 33 આદર્શ નિવાસી શાળાઓમાં ઈ લર્નિંગ પ્રોજેક્ટ શરૂ કરવા માટે ત્રણ કરોડ. અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ માટે ત્રણ નવા સરકારી છાત્રાલયના બાંધકામ માટે ત્રણ કરોડની જોગવાઈ. ગાંધીનગર ખાતે કન્યાઓ માટે અદ્યતન સુવિધા સાથેના સમસ્ત છાત્રાલયના મકાનના બાંધકામ માટે એક કરોડની જોગવાઈનો તેમજ ઐતિહાસિક મહત્વ ધરાવતી રાજ્યની જૂની શાળાઓ માટે હેરિટેજ સ્કૂલ તરીકે નવનીકરણ કરવા માટે ૨૫ કરોડની જોગવાઈ. રાજ્યની વિવિધ યુનિવર્સિટી ખાતે પીએચડી માટે સંશોધન કરતા વિદ્યાર્થીઓ માટે યોજના અંતર્ગત ૨૦ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓના સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ યોજના માટે ૧૪ લાખ વિદ્યાર્થીઓ માટે ૨૦ કરોડની જોગવાઈ. શિક્ષણની વ્યવસ્થા અને ઓનલાઈન ડિસ્ટન્સ લર્નિંગ સુવિધા પૂરી પાડવા માટે ૨૦ કરોડની જોગવાઈ. સંસ્કૃત ભાષાના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે શ્રેષ્ઠ આચાર્યો તૈયાર કરવા હેતુથી 37 સંસ્કૃત પાઠ શાળાઓમાં મિશન ગુરુકુળ યોજના અંતર્ગત ૧૦ કરોડની જોગવાઈનો સમાવેશ થાય છે. નવી શિક્ષણ નીતિ 20 20 અનુસાર પૂર્વ પ્રાથમિક શિક્ષણ દૂર કરવા અને આંગણવાડીમાં અભ્યાસ અર્થે આવતા ૧૬ લાખથી વધુ બાળકોના વિકાસ માટે પા પા પગલી યોજનાનું આયોજન કરાયું. જેના માટે પાંચ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution