અમદાવાદ-
જૂનાગઢ જિલ્લામાં સતત ત્રીજી વખત મગફળી કૌભાંડ સામે આવ્યું છે. આવા કેટલાક કૌભાંડો જૂનાગઢ જિલ્લામાં ચર્ચાસ્પદ રહ્યા છે અને લાંબી વણજાર પણ જાેવા મળી રહી છે. જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકામાં ટેકાના ભાવે ખરીદીમાં મગફળી કૌભાંડ સામે આવ્યું છે. જૂનાગઢ જિલ્લાને મગફળી કૌભાંડનું એપી સેન્ટર કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયા ગણાવ્યું છે. દર વર્ષે જૂનાગઢ જિલ્લામાં આવા કૌભાંડ થતા રહે છે. તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. જૂનાગઢ જિલ્લામાં અગાઉ બે વખત મગફળી કૌભાંડ ઉપરાંત કેશોદમાં તુવેર કૌભાંડ પણ થઇ ચુક્યા છે. આ વર્ષે સતત ત્રીજી વખત ફરીથી મગફળી કૌભાંડ થતા હવે જૂનાગઢ એપી સેન્ટર બની ગયું છે સરકાર માત્ર કૌભાંડીઓને નહીં છોડે તેવા પોકળ દાવાઓ જ કરે છે.
અત્યારે માત્ર નાના નાના માણસોને સંડોવી મોટા મગરમચ્છનો આબાદ બચાવે છે. આ કૌભાંડ નાનું નથી સરકાર સુધી લોકોને સહકારથી જ આ કૌભાંડ શક્ય બને તેમ છે સરકાર શા માટે મોટા મગજને જેલમાં ધકેલી દાખલો નથી પડતી તેવા સવાલો કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયા એ કર્યા છે. બીજી તરફ જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા ધારાસભ્ય હર્ષદ રિબડિયાના આક્ષેપોનું ખંડન કર્યું છે અને જણાવ્યું હતું કે, ધારાસભ્ય હર્ષદ રિબડીયા લોકોને અને ખેડૂતોને ગુમરાહ કરી રહ્યા છે. ખેડૂતો ટ્રેક્ટર ભરીને મગફળી ટેકાના ભાવે આપવા માટે આવી રહ્યા છે અને કૌભાંડો કોંગ્રેસની સરકાર વખતે થતા હતા સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે એટલા માટે કોંગ્રેસ હાર ભાળી ગઈ છે. એટલે આવા આક્ષેપો કરી રહી છે.
વિસાવદર ભેસાણ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન છે અરે જે માટે બાંકડાઓની કિંમત ૩૦૦ રૂપિયા હોય છે તે બાંકડાઓની કિંમત ૧૦૦૦ કરી અને જેનો લાભ કોંગ્રેસના ધારાસભ્યો મેળવી રહ્યા છે. એટલે અત્યારે ધારાસભ્ય આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખી આવા ખોટા નિવેદનો કરે છે. વિસ્તારમાં ઘણા સરપંચો ઘણા ગામડાના ૨૦૦-૨૦૦ ખેડૂતો પોતે ટ્રેક્ટરમાં બેસી જૂનાગઢ આવી અને તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે કૃષિ કાયદો બનાવ્યો છે એનો સમર્થન કરે છે.