21, એપ્રીલ 2025
અમદાવાદ, અમદાવાદની મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલમાં ૩નાં મોત થયાનો ગંભીર આક્ષેપ કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રી કેસરીએ કર્યો છે. ૫૦૦થી વધારે દર્દીઓ પર ટ્રાયલ કરવામાં આવી હતી. ચાંદખેડા વોર્ડના કોંગ્રેસનાં કોર્પોરેટર રાજશ્રીબેન કેસરીએ જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે ક્લિનિકલ રિસર્ચ મામલે કોઈ એથિકલ કમિટીની રચના કરવામાં આવી નથી, પરંતુ મારી પાસે ક્લિનિકલ રિસર્ચ માટે હોસ્પિટલે કરેલા એમઓયુની કોપી છે, જેમાં વીએસ હોસ્પિટલના ડીન ડો. પારુલ શાહની સહી પણ છે. ડો. દેવાંગ રાણાને કોલેજના ડીન દ્વારા ક્લિનિકલ રિસર્ચ માટે નિમણૂક કરવામાં આવ્યા છે, જેનો ઓર્ડર પણ છે. રાજશ્રીબેન કેસરીએ આક્ષેપ કર્યો છે કે જાે વી.એસ. હોસ્પિટલની કોઈ એથિકલ કમિટી હતી જ નહીં તો પછી અમારી પાસે જે એમઓયુ છે, જેમાં જી૪ રિસર્ચ પ્રાઇવેટ લિમિટેડ સાથે કરવામાં આવેલા છે. એમાં વી.એસ. હોસ્પિટલનાં સુપરિન્ટેન્ડેન્ટ ડો.પારુલ શાહની સહી છે. ડો. દેવાંગ રાણાએ વી.એસ.હોસ્પિટલનાં સુપરિન્ટેન્ડેન્ટ ડો. પારુલ શાહને ઓક્ટોબર ૨૦૨૪માં પત્ર લખી અને એક જ સિંગલ એકાઉન્ટમાં ક્લિનિકલ રિસર્ચ માટેના પૈસા જમા થાય એ માટેની વિનંતી કરતો પત્ર લખ્યો છે. ટ્રાયલના પૈસા આ બેન્ક એકાઉન્ટમાં આવે એવું લખવામાં આવ્યું છે અને એમાં પારુલ શાહની સહી પણ છે એટલે તેમને આ બાબતની જાણ છે.ક્લિનિકલ રિસર્ચ માટે એમઓયુ કરવામાં આવેલા છે, જેમાં ડો. પારુલ શાહની સહી છે, જેથી ડો. પારુલ સહિત તમામ ઉચ્ચ અધિકારીઓને જાણ હતી. મોટા પ્રમાણમાં કૌભાંડ છે અને હજી પણ ઘણું આવે એમ છે. અત્યારે હાલમાં માત્ર ૯ ડોક્ટર સામે જ કાર્યવાહી કરવામાં આવી છે, હજી પણ આ સમગ્ર કૌભાંડમાં અનેક લોકો સામેલ છે તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે એવી માગ છે.રાજશ્રીબેન કેસરીએ આક્ષેપ કર્યો છે કે વી.એસ. હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટથી લઈ તમામ અધિકારીઓને આ બાબતોની જાણ હતી. ૫૦૦થી વધારે દર્દીઓ પર ક્લિનિકલ ટ્રાયલ થઈ છે અને મારી જાણમાં આવ્યું છે ત્યાં સુધી ત્રણ દર્દીનાં મૃત્યુ પણ થયાં છે એ અંગે અત્યારે અમે હાલમાં તપાસ કરી રહ્યા છીએ. ક્લિનિકલ રિસર્ચ વિભાગના વડા ડો. દેવાંગ રાણાએ જાન્યુઆરી મહિનામાં પણ પત્ર લખ્યો હતો. ડો. દેવાંગને વી.એસ.હોસ્પિટલનાં સુપરિન્ટેન્ડેન્ટ ડો. પારુલ શાહ અને ડો. ચેરી શાહ માનસિક હેરાન કરી રહ્યાં છે. તેમના કૌભાંડને છાવરવા માટે ડો. દેવાંગ રાણાનો ભોગ લેવામાં આવ્યો છે. ખોટી વ્યક્તિને આશરો આપી રહ્યા છે. પ્રેસ- કોન્ફરન્સમાં જે માહિતી આપવામાં આવી હતી એ સદંતર ખોટી છે.વર્ષ ૨૦૨૧માં દ્ગૐન્ મેડિકલ કોલેજના ડીન ડો. પ્રતીક પટેલ દ્વારા કોલેજમાં ફાર્માકોલોજી વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડો. દેવાંગ રાણાએ હાલની કામગીરી ઉપરાંત અન્ય ઓર્ડર ન થાય ત્યાં સુધી વી.એસ. હોસ્પિટલમાં ફાર્માસિસ્ટ એક્સપર્ટ તરીકે ક્લિનિકલ ટ્રાયલ એન્ડ રિસર્ચમાં કામગીરી કરવાની રહેશે. મેડિકલ કોલેજના ડીન દ્વારા ૨૦૨૧માં તેમને નિમણૂક આપવામાં આવી હતી અને ત્યાર બાદ વર્ષ ૨૦૨૪માં ડિસેમ્બર મહિનામાં મેડિકલ કોલેજના ડીન ડો. ચેરી શાહ દ્વારા તેમને આ કામગીરીમાંથી દૂર કરવામાં આવ્યા હતા.દેવાંગ રાણાએ ખુલાસો કર્યો છે, જેમાં તેણે જણાવ્યું છે કે મારી કામગીરી માત્ર ક્લિનિકલ રિસર્ચ ટ્રાયલ એગ્રીમેન્ટ મુજબ થયું છે કે નહીં એ અંગે જાેવાની છે. કોઈપણ નાણાકીય વ્યવહારો કરવાની જવાબદારી મારી નથી. નાણાંની વહેંચણી સુપરિન્ટેન્ડેન્ટના જ આદેશ મુજબ થઈ છે. હોસ્પિટલમાં જેટલી પણ ટ્રાયલ કરવામાં આવી છે એ તમામની માહિતી હોસ્પિટલના સુપરિન્ટેડેન્ટની જાણમાં મૂકવામાં આવી છે. ક્લિનિકલ ટ્રાયલ વી.એસ. હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટની જાણમાં જ થઈ છે. એ અંગેની ખરાઈ દ્ગૐન્ મેડિકલ કોલેજના ફાર્મોકોલોજી વિભાગનાં વડાં ડો. સુપ્રિયા મલ્હોત્રા દ્વારા કરવામાં આવી છે. એના પૈસા મારા ખાતામાં જમા થયા છે, એ પૈસા મારા મહેનતાણાના છે.