શ્રીલંકાની તમામ યુક્તિઓ નિષ્ફળ : બાંગ્લાદેશે શ્રીલંકાને 2 વિકેટે હરાવ્યું



ડલ્લાસ : ICC T20 વર્લ્ડ કપ 2024 ની 15મી મેચ શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે ડલાસના ગ્રાન્ડ પ્રાયરી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. હંમેશની જેમ આ વખતે પણ બંને ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી હતી. પરંતુ અંતે બાંગ્લાદેશનો વિજય થયો હતો. બાંગ્લાદેશે શ્રીલંકાને 2 વિકેટે હરાવ્યું. જોકે તે લો સ્કોરિંગ મેચ હતી. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 20 ઓવરમાં 9 વિકેટે 124 રન બનાવ્યા હતા. 125 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે બાંગ્લાદેશની હાલત પણ ખરાબ થઈ ગઈ હતી. પરંતુ 125 રનના લક્ષ્યનો પીછો કરવા આવેલી બાંગ્લાદેશની ટીમની શરૂઆત એટલી ખાસ રહી ન હતી. તેણે 6 રનની અંદર પોતાના બંને ઓપનર ગુમાવી દીધા હતા. આ પછી લિટન દાસે ઇનિંગ સંભાળી અને એન્કરની ભૂમિકા ભજવી. તેણે 38 બોલમાં 36 રન બનાવ્યા અને એક છેડેથી ઇનિંગ્સને જાળવી રાખી. આ પછી તૌહીદ હૃદયે પોતાની તોફાની ઈનિંગ્સથી મેચને બાંગ્લાદેશ તરફ વાળ્યો હતો. તેણે 200ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા માત્ર 20 બોલમાં 40 રન બનાવ્યા હતા. હૃદયે તેની ઇનિંગમાં 4 સિક્સ અને 1 ફોર પણ ફટકારી હતી. જો કે અંતમાં શ્રીલંકાએ સારી વાપસી કરી હતી. પરંતુ મહમુદુલ્લાહે સિક્સર ફટકારીને શ્રીલંકાની આશા બરબાદ કરી દીધી હતી. મહમુદુલ્લાહે 16 રનની અણનમ ઇનિંગ રમી હતી. શ્રીલંકા તરફથી નુવાન તુશારાએ 4 વિકેટ ઝડપી હતી. 2 સફળતા વાનિન્દુ હસરંગાને મળી. ધનંજય ડી સિલ્વા અને મથિશા પાથિરાનાએ પણ એક-એક વિકેટ લીધી હતી.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution