અમદાવાદ-
અમદાવાદ હીરાપુર ડી પી એસ સ્કૂલ એક પછી એક વિવાદમાં આવી રહી છે. હીરાપુર ડી પી એસ ની માન્યતા રદ કરવામાં આવી છે. ફરી સ્કૂલ તરફથી માન્યતા લેવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે..પ્રાથમિક શિક્ષણ વિભાગની કચેરી ખાતેથી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આગામી સમયમાં ડી પી એસ ને માન્યતા મળે તેવી પૂરી શક્યતા છે. જેને લઈને આજે ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે કે જો ડી પી એસ ને માન્યતા મેળવવા માટે કોઈ ગેર રીતિ થસે તો અમે આગામી સમયમાં હાઇકોર્ટમાં જઈશું.
ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા ચીમકી ઉચ્ચારી છે કે ડી પી એસ દ્વારા ફરી માન્યતા માટે અપીલ કરવામાં આવી છે અને પ્રાથમિક શિક્ષણ વિભાગની કચેરીએ કાર્યવાહી શરૂ કરી છે. જો આ કાર્યવાહીમાં કોઈ ગેરરીતિ આચરી અને માન્યતા આપે તો આ બાબતે હાઇકોર્ટમાં મુદ્દો જશે. ડી પી એસ નો વિવાદ સામે આવ્યો ત્યારે તેની માન્યતા અંગે પણ જાણકારી બહાર આવી કે આમાં ગેરરીતિ આચરવામાં આવી છે અને માન્યતા ખોટા ડોક્યુમેન્ટ આધારે આપવામાં આવી છે. ડી પી એસ ફરી આ જ ડોક્યુમેન્ટ ને આધારે માન્યતા મેળવી શકે નહીં. ફરી તેને બીજા ડોક્યુમેન્ટ આપવા પડશે અને ફરી પ્રક્રિયા હાથ ધરવી પડશે.
આ વિશે વાત કરતાં ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે ડી પી એસ સ્કૂલ વિવાદમા છે અને તેની માન્યતા રદ કરવામાં આવી છે ઉપરાંત તેને દંડ પણ કરવામાં આવ્યો છે. ફરી ડી પી એસ એ દસ્તાવેજો મોકલ્યા છે. જો આ દસ્તાવેજોમાં ભૂલ હશે તો ડી એસ ને હાઇકોર્ટમાં લઈ જઈશું અને થર્ડ પાર્ટી તરીકે પ્રાથમિક નિયામકની પણ જોડવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.