તમામ ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ એટલે કે bbps દ્વારા થવું જાેઈએ


નવીદિલ્હી,તા.૨૩

દર મહિનાની જેમ જુલાઈ મહિનામાં પણ ઘણા મોટા ફેરફાર થવાના છે, એમાં પણ પહેલી તારીખથી જ ક્રેડિટ કાર્ડથી કરાતા બિલ પેમેન્ટસને લઈને પણ નિયમો બદલાઈ રહ્યા છે. જાે તમે પણ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમારા માટે એ જાણી લેવું જરૂરી છે કે સાત દિવસ પછી એટલે કે ૧ જુલાઈ ૨૦૨૪થી ક્રેડિટ કાર્ડ પેમેન્ટ્‌સ સંબંધિત ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે. આ પછી, કેટલાક પેમેન્ટ પ્લેટફોર્મ દ્વારા બિલ પેમેન્ટમાં સમસ્યા આવી શકે છે. આ પ્લેટફોર્મ્સમાં ઝ્રઇઈડ્ઢ, ઁર્રહીઁી, મ્ૈઙ્મઙ્મડ્ઢીજા જેવી કેટલીક ફિનટેકનો સમાવેશ થાય છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે અને તેની યુઝર્સ પર કેવી અસર પડશે, એ વિશે જાણી લો.

એક અઠવાડિયા પછી જુલાઈ મહિનો શરૂ થઈ જશે. દર મહિનાની જેમ, આવતા મહિને પણ દેશમાં કેટલાક મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે અને એક મોટો ફેરફાર ક્રેડિટ કાર્ડ દ્વારા કરવામાં આવતા બિલ પેમેન્ટ સાથે જાેડાયેલો છે. અહેવાલો અનુસાર, ઇમ્ૈંના નવા નિયમ અનુસાર, ૧ જુલાઈથી, તમામ ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ એટલે કે મ્મ્ઁજી દ્વારા થવું જાેઈએ. તે પછી દરેક વ્યક્તિએ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ દ્વારા બિલિંગ કરવાનું રહેશે.

સેન્ટ્રલ બેંક દ્વારા નિર્ધારિત સમયમર્યાદા પછી પણ, હજુ પણ ઘણી મોટી બેંકો છે જેણે નવા ફેરફારો હેઠળ તેમના નિયમોમાં ફેરફાર કર્યો નથી અને તેમાં ૐડ્ઢહ્લઝ્ર બેંક, ૈંઝ્રૈંઝ્રૈં બેંક અને એક્સિસ બેંક સામેલ છે. અહેવાલ મુજબ, ઇમ્ૈંના નવા નિયમન મુજબ, લગભગ ૮ બેંકોએ આ દિશામાં પગલાં લીધા છે, જેમાં જીમ્ૈં, બેંક ઓફ બરોડા, કોટક મહિન્દ્રા બેંક, ફેડરલ બેંક અને ઇન્ડસઇન્ડ બેંકનો સમાવેશ થાય છે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના આ નવા નિયમનો ઉદ્દેશ્ય પેમેન્ટ સિસ્ટમને વધુ સુરક્ષિત બનાવવાનો છે અને ભારતની પેમેન્ટ સિસ્ટમને વધુ સુરક્ષિત બનાવવાનો છે. નેશનલ પેમેન્ટ્‌સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ના સહયોગથી, મ્મ્ઁજી એ અલગ-અલગ પેમેન્ટ સર્વિસ માટે એક જ પ્લેટફોર્મ બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. હવે તેને લાગૂ કરવાની ડેડલાઇન નજીક આવી રહી છે અને જાે બેંકો નિર્ધારિત સમયમાં તેનું પાલન નહીં કરે, તો તે તેમના માટે તેમજ ક્રેડિટ કાર્ડ પેમેન્ટ્‌સ પર આધારિત ફિનટેક પ્લેટફોર્મ્સ માટે મુશ્કેલીનું કારણ બની શકે છે.

અહીં એ જાણવું ખૂબ જ જરૂરી છે કે આ મ્મ્ઁજી એટલે કે ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ શું છે. જણાવી દઈએ કે આ બિલ પેમેન્ટની એક ઇન્ટીગ્રેટેડ સિસ્ટમ છે, જે ગ્રાહકોને ઓનલાઈન બિલ પેમેન્ટ સર્વિસ પૂરી પાડે છે. તે દ્ગઁઝ્રૈં ની દેખરેખ હેઠળ કામ કરે છે. ભારત બિલ પે એ એક ઇન્ટરફેસ છે જે ફોનપે, ક્રેડ સહિતના અન્ય ફિનટેક પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે અને તેના દ્વારા અલગ-અલગને બદલે એક જ પ્લેટફોર્મ પર તમામ પ્રકારના ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ કરી શકાય છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution