દિલ્હી-
કોઈકને રૂપિયા ચેકથી આપવાના હોય કે પછી ચેકના રૂપિયા પોતાના ખાતામાં જમા કરાવવાના હોય ત્યારે હજીપણ ઘણી સમસ્યાઓ જણાય છે. બેંકમાં ચેક જમા કરાવવા જાવ ત્યારે ક્લીયરન્સ માટેના ચેક નીકળી ગયા હોય તો તમારે બીજા દિવસ સુધીની રાહ પણ જોવી પડે છે ક્યારેક, પણ હવે કેટલીક નવી સુવિધા ઊભી કરવામાં આવી રહી હોવાથી તમારી આ પ્રકારની બધી સમસ્યાઓનો અંત આવી જશે.
રીઝર્વબેંક હવે દેશની મોટાભાગની બેંકોમાં ક્લીયરન્સ ફેસીલીટી ઊભી કરવા જઈ રહી છે. તેને પગલે હવે મોટાભાગની બેંકોમાં થોડા જ સમયમાં ચેક ક્લીયર થઈ જશે અને ચેકના નાણાં પણ ગણતરીના સયમમાં જમા થઈ જશે. હાલમાં ચેક જમા કરાવો ત્યારે તે ક્લીયરન્સ હાઉસમાં જાય છે, જ્યાં તે સુવિધા હોવાને પગલે ત્યાંથી ચેક ક્લીયર થાય છે. દેશની 18,000 જેટલી બેંકો હજી પણ આ પ્રકારની સુવિધાઓ ન ધરાવતી હોવાનું રીઝર્વબેંકના ડિરેક્ટર શક્તિકાંત દાસે જણાવ્યું છે. પરંતુ આ બેંકોમાં પણ ટૂંક સમયમાં આવી સુવિધા ઊભી કરવામાં આવી રહી છે તેથી તમામ બેંકોમાં ચેકોનું ક્લીયરન્સ ઝડપથી થઈ શકશે.