આલિયા-દીપિકાની ફ્રેન્ડશીપની શરૂઆત બર્લિનમાં ‘કોલ્ડપ્લે’ કોન્સર્ટમાં થઈ હતી

એક તરફ કોલ્ડ પ્લેના કોન્સર્ટ માટેના ક્રેઝ અને તેની ટિકિટ મેળવવા માટેની રામાયણ રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની છે, બીજી તરફ આલિયા ભટ્ટ અને દીપિકા પાદુકોણનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેમની ફ્રેન્ડશીપ બર્લિનમાં એક કોલ્ડપ્લે કોન્સર્ટ દરમિયાન થઈ હોવાની વાત કરે છે. આ કૉફી વિથ કરણની સાતમી સીઝન દરમિયાનનો વીડિયો છે. બે વર્ષ પહેલાં તેમાં દીપિકાએ કહ્યું હતું, “અમારી ફ્રેન્ડશીપ બે વર્ષ પહેલાં આઈફા એવોર્ડથી શરૂ થઈ. અમે લોકો એક કોલ્ડપ્લે કોન્સર્ટ જાેવા માટે ગયેલાં, જ્યાં અમે ઘણો સમય એકસાથે વિતાવેલો, અમારું આવું કોઈ આયોજન પણ નહોતું. એ રાત્રે જ અમે એકબીજાની નજીક આવ્યા.” તેના જવાબમાં આલિયા કહે છે, “મેં દીપિકાને હંમેશા ઘણી શાંત અને એકદમ વ્યવસ્થિત જાેયેલી, એ રાત્રે મને દીપિકાની એક નવી બાજુ જાેવા મળી હતી. એ એક પાગલ જેવી તોફાની છે. અમે હજુ તો સ્ટેડિયમમાં પ્રવેશ કરતાં હતાં અને એણે કહ્યું કે મારે ફ્રેન્ચ ફ્રાઇઝ ખાવી છે. મેં તેની સામે જાેયું અને કહ્યું, ઓ..આ શરીર ફ્રેન્ચ ફ્રાઇઝ પણ ખાય છે..ચલો હું પણ સાથે જઈ આવું. હું પણ ફ્રેન્ચ ફ્રાઇઝ ખઈશ.” ત્યારે કરણે કહ્યું હતું કે લોકોના મનમાં દીપિકા વિશે આવી જ ધારણા છે. પણ એ એવી નથી. એ ઘણા અલગ અલગ ભાગમાં એની લાઇફ વહેંચીને જીવે છે. એ જ્યારે કામ કરે ત્યારે પૂરી એકાગ્રતાથી કામ કરે છે અને જ્યારે એ પાર્ટીના મૂડમાં હશે ત્યારે છેક છેલ્લે સુધી પાર્ટી છોડશે નહીં. જાે આવતા ૨-૩ દિવસ તેને કંઈ જ કામ ન હોય તો એ મનમાં પડે તે કરશે. જ્યારે તે કામમાં પડી જશે તો તમને ક્યાંય જાેવા પણ નહીં મળે. દીપિકાએ આલિયાને પાર્ટનર ઇન ક્રાઇમ ગણાવતાં કહ્યું,“એક સમય એવો આવ્યો કે કોઈ જાણીતા સોંગ નહોતા આવતા અને અમારે બંનેને બાથરૂમ જવું હતું અને અમે બંને ત્યાંથી એકસાથે ભાગી ગયાં. ભીડમાં અમે પુરુષોના બાથરૂમમાં ચાલ્યાં ગયાં. એ પણ આખું ભરેલું હતું. મહિલાઓના બાથરૂમમાં તો અતિશય લાંબી લાઈન હતી. તો અમે એકબીજા સામે જાેયું, પુરુષોને ધક્કા મારીને તેમના બાથરૂમમાં ઘૂસી ગયા. એકસાથે અમારું કામ કરીને અમે બહાર આવી ગયા.” આમ દીપિકાએ કહેલું કે આલિયા સાથે તે જેવી છે તેવી જ રહી શકે છે. તે બાબત બંને જાણે છે. દીપિકાને આલિયાની બહેન સાથે પણ બહુ બને છે. આલિયા કેટરિનાના જ જીમમાં જતી હોવાથી તેને કેટરીના સાથે પણ ઘણું સારું ફાવે છે. પરંતુ દીપિકા સાથે તેનો ઘણો હૂંફાળો સંબંધ છે અને બંને એકસાથે બેસીને એકબીજા સાથે ઘણી વાતો કરે છે. તેઓ રોજ મળે એવા મિત્રો નથી પરંતુ મળે ત્યારે એકબીજાથી કોઈ સંકોચ હોતો નથી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution