સાઉથમાં આલિયા ભટ્ટ અને દીપિકા પાદુકોણ જેવા રોલ નથી અપાતાંઃ કાજલ અગ્રવાલ

તાજેતરમાં એક્ટ્રેસ કાજલ અગ્રવાલે કેટલાંક ખુલાસા કર્યાં હતાં, કે કઈ રીતે સાઉથનાં ફિલ્મ મેકર્સને પોતાનો દૃષ્ટિકોણ બદલવાની અને ખુલા વિચારથી કામ કરવાની જરૂર છે, ખાસ કરીને જે પ્રકારના રોલ અને જે પ્રકારની ફિલ્મો તેઓ પરિણિત હિરોઇનોને ઓફર કરે છે તેમાં. આ ઇન્ટર્વ્યુમાં કાજલને પૂછાયું હતું કે જે રીતે બોલિવૂડની રોમેન્ટિક કે એક્શન ફિલ્મોમાં દીપિકા પાદૂકોણ અને આલિયા ભટ્ટને જેટલાં મહત્વનાં રોલ મળે છે તેવા રોલ સાઉથની હિરોઇનને કેમ મળતાં નથી? કાજલે સ્વીકાર્યું હતું કે, તેને લગ્ન અને બાળક પહેલાં શંકરની ‘ઇન્ડ્યિન ૨’ (ભારતીયુદૂ ૨ – તેલુગુ) અને સુમન ચિક્કલાની ‘સત્યભામા’માં મહત્વનાં રોલ મળ્યાં છે. પરંતુ સાઉથમાં પરણિત હિરોઇનને સાઈડલાઈઇન કરી દેવાનું ‘કલ્ચર’ હોવાનો તેણે ઇનકાર કર્યાે હતો. “અમારે ત્યાં હજુ થોડી રૂઢિગત વિચારધારાથી કામ થાય છે, મને આશા છે કે તેનાથી બહુ જલ્દી છૂટકારો મળશે. આ બધાં એ પેઢીનાં કલાકારો છે જે પરણેલાં છે અને બાળકો થયાં પછી પણ કામ કરે છે. મને નથી લાગતું એ કોઈ કલ્ચરનો ભાગ છે. મને લાગે છે કે જાે ફિલ્મ મેકર્સ એ પ્રકારની ફિલ્મો બનાવશે, જેમકે ‘તુમ્હારી સુલુ’ તો દર્શકો પણ એ પ્રકારની ફિલ્મો સ્વીકારવાનું શરૂ કરશે. હવે ફિલ્મ મેકર્સને તેમની વિચારસરણી વિકસાવવાની જરૂર છે.” કાજલે એ પણ કબૂલ્યું કે શરૂઆતમાં તેના પતિ ગૌતમ કિચલુને સમજવામાં અઘરું લાગતું હતું કે કાજલે તેના કામ માટે આટલી બધી મુસાફરી કેમ કરવી પડે છે. કાજલે જણાવ્યું કે તેણે પતિને સમજાવ્યું અને એક ફિલ્મનું કામ પૂરું થયાં પછી તે પ્રેગનન્ટ થઈ. તો પણ તેને ડિલિવરીના બે જ મહિનામાં ‘ઇન્ડિયન ૨’ માટે શૂટ કરવું પડે તેમ હતું. કાજલે જણાવ્યું, “જાે અમને કોઈએ આપ્યા હોત તો અમે પણ વધુ મહત્વના રોલ સ્વીકાર્યા હોત, લીડ રોલ પણ કરી લીધાં હોત. સમય બદલાઈ રહ્યો છે.જેમકે, ઉદાહરણ તરીકે નયનતારા, તે જે રીતે તેની ફિલ્મો પસંદ કરે છે તે મને બહુ જ ગમે છે. એ એક અપવાદ છે જે પોતાની શરતો અને નિયમો મુજબ રોલની પસંદગી કરે છે. તો એ સારું જ છે ને. પરંતું હું જીવનના આ તબક્કે ઇન્ડસ્ટ્રીમાં કામ કરું છું તેનો મને આનંદ છે કારણ કે મને ડિરેક્ટર્સ તરફથી સહકાર અને કરુણા મળ્યાં છે.”

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution