ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. ૨૦૧૬માં ેંઁૈંની શરૂઆત પછીથી તે ચુકવણીનો સૌથી લોકપ્રિય વિકલ્પ બની ગયો છે. આજકાલ લોકો રોકડ અને કાર્ડથી ચુકવણી કરવાને બદલે ેંઁૈં દ્વારા ચુકવણી કરવાનું વધારે પસંદ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં વધતા ેંઁૈં ચુકવણી સાથે જ તેની સાથે સંકળાયેલી છેતરપિંડીની ઘટનાઓમાં પણ વધારો થયો છે. છેતરપિંડી કરનારા સ્કેમર્સ દરરોજ નવા રીતે લોકોને છેતરવાનો પ્રયાસ કરે છે. તાજેતરના દિવસોમાં ઓટોપે દ્વારા છેતરપિંડી કરવાની ઘણી ઘટનાઓ સામે આવી છે. ચાલો જાણીએ કે તમે તેનાથી કેવી રીતે બચી શકો છો.
ઓટોપે સ્કેમ દ્વારા ેંઁૈં યુઝરને એક ઓટોપે રિક્વેસ્ટ દ્વારા છેતરવામાં આવે છે. આમાં સૌ પ્રથમ ેંઁૈં યુઝરને કોઈ ખોટી વાર્તા પર વિશ્વાસ અપાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે તમે નેટફ્લિક્સ અથવા ડિઝનીના સબસ્ક્રિપ્શન માટે રિક્વેસ્ટ મોકલી હોય. આવી સ્થિતિમાં છેતરપિંડી કરનારા લોકો તેનો લાભ લઈને તમને સબસ્ક્રિપ્શન માટે ઓટોપેની રિક્વેસ્ટ મોકલે છે. આમાં યુઝરને મોકલવામાં આવેલી રિક્વેસ્ટ સાચી હોઈ શકે છે, પરંતુ જે વ્યક્તિએ મોકલી છે તે ખોટી હોઈ શકે છે. આવી સ્થિતિમાં યુઝર એવું વિચારે છે કે આ વિનંતી કંપની તરફથી આવી છે અને તે તેને સ્વીકારી લે છે. ત્યાર પછી યુઝરના ખાતામાંથી પૈસા કપાય છે અને તે છેતરપિંડી કરનારના ખાતામાં જમા થાય છે.
ધ્યાન રાખો કે આ પ્રકારની છેતરપિંડીથી બચવા માટે સાચી અને નકલી રિક્વેસ્ટ વચ્ચેનો તફાવત સમજવો ખૂબ જ આવશ્યક છે. આના દ્વારા તમે તમારી જાતને આ પ્રકારની છેતરપિંડીની ઘટનાઓથી સુરક્ષિત રાખી શકો છો. આજના સમયમાં લોકો પોતાના મોબાઇલ નંબરને ઇ-શોપિંગ, રેસ્ટોરન્ટ, મોલ, પાર્કિંગ વગેરે માટે સરળતાથી જમા કરી દે છે. આવી સ્થિતિમાં આ પ્રકારના છેતરપિંડી કરનારા લોકો તેનો લાભ ઉઠાવે છે. તેઓ લોકોની ેંઁૈં ૈંડ્ઢ ને ક્રેક કરીને છેતરપિંડી કરે છે.
તમારી જાતને છેતરપિંડીથી સુરક્ષિત રાખવા માટે તમે તમારી ેંઁૈં ૈંડ્ઢ ને સીધા બેંક એકાઉન્ટ સાથે જાેડવાનું ટાળો. તેના બદલે તમે પ્રયાસ કરો કે વોલેટમાં પૈસા રાખો અને તેના દ્વારા જ ચુકવણી કરવાનો પ્રયાસ કરો. આનાથી તમારા બેંક એકાઉન્ટમાં પૈસા સુરક્ષિત રહેશે અને તમારું ચુકવણીનું કામ વોલેટથી ચાલતું રહેશે. આની સાથે જ કોઈપણ ઓટોપે રિક્વેસ્ટને સ્વીકારતા પહેલા તેની તપાસ કરી લો. સાચા અને ખોટા વચ્ચે તફાવત કરવો આવશ્યક છે.