નવી દિલ્હી
ભાસ્કર ન્યૂઝ | અમદાવાદ સોના-ચાંદીમાં છેલ્લા કેટલાક સમયથી આક્રમક તેજી જોવા મળી છે. અક્ષય તૃતીયાના શુભ અવસરથીશરૂ થતા નવા વર્ષના છેલ્લા ચક્રથી સોના અને ચાંદીમાં અનુક્રમે 13% અને11% નો નોંધપાત્ર વાર્ષિક વધારો જોવા મળ્યો છે. જ્યારે છેલ્લા 15 વર્ષમાં સોનાએ અનુક્રમે 10 ટકા અને ચાંદીએ 7 ટકાથી વધુ વાર્ષિક રિટર્ન આપ્યું છે.ચાંદી લાંબા ગાળામાં સોનાને પાછળ રાખી શકે છે. એમઓએફએસએલ સોના અને ચાંદી બંને માટે હકારાત્મક વલણ જાળવી રાખ્યું છે અને સ્થાનિક સ્તરે સોના માટે રૂ.75,000 અને ચાંદી માટે રૂ. 1,00,000 અને કોમેક્સ પર સોના માટે $2450 અને ચાંદી માટે $34ના લક્ષ્ય સાથે દરેક ઘટાડા સાથે ખરીદીની ભલામણ કરી છે. સોના અને ચાંદી બંનેએ પ્રથમ ત્રિમાસિક 24માં સકારાત્મક ઉછાળો નોંધાવ્યો છે, જે અન્ય નોંધપાત્ર એસેટ વર્ગોની બરાબર અથવા તો તેનાથી વધુ છે. પુરવઠા અને માંગના મુદ્દાઓએ સોનાના ભાવ પર નોંધપાત્ર અસર કરી નથી. ખાસ કરીને જ્યારે બજાર ભારે અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યું છે. સોનાના ભાવમાં તાજેતરના જોરદાર ઉછાળાને જોતાં, ભાવમાં થોડી નરમાઈને સંપૂર્ણપણે નકારી શકાય નહીં. આ વર્ષે અમેરિકા અને ભારત સહિત 40થી વધુ દેશોમાં ચૂંટણી યોજાવાની છે. બજારના સહભાગીઓ હંમેશા ભાવિ ઘટનાને અગાઉથી ધ્યાનમાં લે છે, જેમ કે ફેડ દ્વારા પ્રારંભિક દરમાં ઘટાડો, તેથી કોઈપણ અણધારી, ઉચ્ચ-અસરકારક ઘટના ભવિષ્યમાં કિંમતોને વધુ સમર્થન આપી શકે છે. ડિજિટલમાં રોકાણમાં સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાની સલાહ આપવામાં આવે છે, જે સોનાના ભાવ વધારા અને રોકાણકારોને દર વર્ષે વધારાના 2.5% વ્યાજનો લાભ મેળવવામાં મદદ કરશે.
જિયો ટેન્શન- રશિયા/યુક્રેન, ઇઝરાયેલ/હમાસ, ઇઝરાયેલ/ઇરાન અને અન્ય ભૌગોલિક રાજકીય કારણો સુરક્ષિત રોકાણ માટે જોખમ પ્રીમિયમમાં વધારો કરવાનું કારણ બની શકે છે
ફેડ નાણાકીય નીતિ: બજારની અપેક્ષાઓ અને વ્યાજ દરમાં ઘટાડા અંગે ફેડની ગતિવિધિઓને કારણે આ વર્ષે બજારમાં તેજી જોવા મળી રહી છે.
ચીનની રેકોર્ડ ખરીદી- વિશ્વમાં ગોલ્ડના સૌથી મોટા વપરાશકાર ચીનમાં સેન્ટ્રલ બેન્ક ઉપરાંત રિટેલમાં લોકો મોટા પાયે સોનાની ખરીદી કરી રહ્યાં છે.
સલામત સાથે આકર્ષક રિટર્નના કારણે રોકાણકારોની માગ સતત વધી રહી છે. તેના અનુસંધાને પાર્શ્વ જવેલરી હાઉસ સોનાની ખરીદી 2023ના ગોલ્ડ રેટ પર જ અને જુનું સોનું પરત કરવામાં જરા પણ સંકોચના કરતા કારણકે જુના સોનાનું વળતરતો 2024ના ભાવ પર જ છે. સોનાની સતત વધી રહેલી કિંમતો છતાં રોકાણકારોની માગ સતત વધી રહી છે.