અક્ષય કુમારની ૩ ફિલ્મો એકસાથે એક જ દિવસે રિલીઝ થશે

હાલનો સુપર સ્ટારની ફિલ્મોનો ટ્રેન્ડ એવો છે કે મુશ્કેલથી બે કે ત્રણ વર્ષે તેમની એક મોટી ફિલ્મ આવતી હોય છે. પરંતુ અક્ષય કુમારના કેસમાં આવું નથી, તેની ફિલ્મો આખું વર્ષ થિએટરમાં જાેવા મળતી રહે છે. જાેકે ફિલ્મ વિશ્લેશકો અને નિષ્ણાતો આ જ બાબતને અક્ષય કુમારની ફિલ્મો ફ્લોપ જવાનું કારણ ગણાવે છે. આ જ કારણ છે કે અક્ષય કુમારના ફૅન્સને તેની ફિલ્મોની આતુરતા કે ઉત્સુકતા રહેતી નથી. તેનું પરિણામ બોક્સ ઓફિસ પર દેખાય છે. એ જ બાબત છેલ્લી કેટલીક ફ્લોપ ફિલ્મો માટે પણ જવાબદાર ગણવામાં આવે છે. ઘણા ડિરેક્ટર્સ અને પ્રોડ્યુસર્સ એકબીજા સાથે ક્લેશ ચાળવા સતત પ્રયત્ન કરતાં રહેતાં હોય છે, તેનાથી ઉલટું હવે એવા અહેવાલો આવી રહ્યા છે કે એક વર્ષ તો છોડો પણ એક જ દિવસમાં અક્ષય કુમારની એક સાથે ત્રણ ફિલ્મો એક જ દિવસે રિલીઝ થશે અને એકબીજા સાથે ક્લેશ થશે. આ ત્રણ ફિલ્મો ૧૫ ઓગસ્ટના દિવસે જ રિલીઝ થવા જઈ રહી છે. અક્ષયની નવી ફિલ્મ ‘ખેલ ખેલ મેં’ ૧૫ ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. હજુ તો તેના એક મહિના પહેલાં જ તેની ‘સરફિરા’ રિલીઝ થઈ છે, જે પણ બોક્સ ઓફિસ પર કોઈ ખાસ કમાણી કરી શકી નથી. હજુ તો આ ફિલ્મ થિએટરમાં ચાલી રહી છે, ત્યાં તેની બીજી ત્રણ ફિલ્મો રિલીઝ થવાની તૈયારીઓ થવા લાગી છે. આ ઉપરાંત ૧૫ ઓગસ્ટે ‘સ્ત્રી ૨’ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં પણ અક્ષય કિમારે કેમિયો કર્યાે છે. ‘સ્કાફોર્સ’ ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ચૂક્યું છે. તે પણ ૧૫ ઓગસ્ટના દિવસે જ રિલીઝ થશે. આ ફિલ્મમાં પણ અક્ષય છે. હાલના સમયે જ્યારે એક હિરો પોતાની ફિલ્મ માટે પહેલા દિવસે ૨.૫ કરોડની કમાણી માટે પણ સંઘર્ષ કરે છે, ત્યારે તેના માટે એક જ દિવસમાં ત્રણ અલગ ફિલ્મમાં એક સાથે દેખાવું એક કલાકાર માટે ડ્‌હાપણભર્યું ગણવામાં આવતું નથી. એવું બનશે કે ૧૫ ઓગસ્ટે દર્શકો કોઈ પણ થિએટરમાં કોઈ પણ સ્ક્રીનમાં નવી ફિલ્મ જાેવા જાય અને તેમને દેખાશે તો અક્ષય કુમાર જ, પરંતુ અક્ષય કુમાર આ અંગે ખાસ ચિંતિત નથી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution