અક્ષય કુમાર ૧ રૂપિયો લઈ પોતાની એરલાઇન ચલાવવા નીકળ્યો

બોલિવુડ અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ સરફિરાનું ટ્રેલર રિલીઝ થઈ ચુક્યું છે. છેલ્લા કેટલાક સમયથી તેમની કોઈ પણ ફિલ્મ હિટ રહી ન હતી પરંતુ હવે તે એક શાનદાર ફિલ્મ સાથે આવી રહી છે, ફિલ્મના ટ્રેલરને ચાહકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. બોલિવુડ સુપરસ્ટાર અક્ષયકુમારની અનેક એવી ફિલ્મો આ વર્ષે રિલીઝ થઈ છે. આ વર્ષ પણ તેની અનેક ફિલ્મો રિલીઝ થવા માટે તૈયાર છે. ટાઈગર શ્રોફની સાથે આવેલી તેની ફિલ્મ બડે મિયા છોંટે મિયા રિલીઝ થઈ ચુકી છે પરંતુ આ ફિલ્મે બોકસ ઓફિસ પર સારું પ્રદર્શન કરી શકી ન હતી અને ફ્લોપ રહી હતી. હવે ટુંક સમયમાં તેની વધુ એક ફિલ્મ આવી રહી છે. આ ફિલ્મનું નામ સરફિરા છે. આ ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ થઈ ચુક્યું છે.ફિલ્મમાં અક્ષયકુમારે વીર મહાત્રેનો રોલ પ્લે કર્યાે છે. આ ફિલ્મમાં તેનો રોલ ચાહકોને પસંદ આવી રહ્યો છે. ટ્રેલરમાં જાેવા મળી રહ્યું છે કે, કેવી રીતે મહાત્રે એક પડકાર લે છે જેને પાર કરવો એટલો સરળ રહેતો નથી. તેને તેની આસપાસ રહેલા લોકોનો પણ સપોર્ટ મળી રહ્યો છે પરંતુ સાથે તેની ફિલ્મની ટીકા કરનારાઓની પણ કોઈ કમી નથી. ફિલ્મનું ટ્રેલર જાેઈ એવું લાગે છે કે, ફિલ્મ ખુબ શાનદાર હશે.ફિલ્મના ટ્રેલરની વાત કરીએ તો ટ્રેલરની શરુઆત અક્ષયકુમારના અવાજ સાથે થાય છે. જે કહે છે મારું નામ વીર છે હું જરનદેશ્વરની પાસે આવેલા એક ગામમાંથી છું, હું ગરદન સુધી દેવામાં ડુબેલો છે.ભૂલથી પણ જે પૈસા મારી પાસે આવે છે તે દેણું ચુકવવામાં ચાલ્યા જાય છે. ફિલ્મનું ટ્રેલર ખુબ સુંદર છે જેને જાેઈ સોશિયલ મીડિયા યુઝર્સ સારો રિસ્પોન્સ આપી રહ્યા છે.છેલ્લા કેટલાક સમયથી જાેવા મળી રહ્યું છે કે જ્યારે પણ અક્ષય કુમારની ફિલ્મ આવી રહી છે ત્યારે તેને ચાહકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો નથી. ફિલ્મ બડે મિયાં છોટે મિયાં પાસેથી ચાહકોને ઘણી અપેક્ષાઓ હતી. પરંતુ આ પછી પણ ફિલ્મ કંઈ ખાસ બતાવી શકી નથી.પરંતુ ફિલ્મના આ ટ્રેલરને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution