ગુજરાત વાઇબ્રન્ટ શરૂ કરાવનારા એ.કે.શર્મા હવે ભાજપના નેતા બનશે

ગાંધીનગર-

ગુજરાત કેડરના પૂર્વ આઇએએસ કેસરમાં સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા છે, ત્યારે ભાજપમાં જોડાતા અનેક સમાચારો સામે આવી રહ્યા છે. ગુજરાત કેડરના પૂર્વ આઇએએસ અધિકારીએ કેસરમાં ઉત્તર પ્રદેશ ભાજપમાં નાયબ મુખ્ય પ્રધાન દિનેશ શર્માની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. જ્યારે ઉત્તર પ્રદેશની સરકારમાં શર્માને મહત્વના પદ અને જવાબદારી મળે તેવી પણ સંભાવના સેવાઈ રહી છે. ઉત્તર પ્રદેશના ભાજપમાં ગુજરાતના પૂર્વ આઇએએસ અધિકારી એ.કે. શર્માએ સત્તાવાર રીતે ભાજપનો ખેસ ધારણ કર્યો છે, ત્યારે ગુજરાતમાં તત્કાલિન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના સમયગાળા દરમિયાન ગુજરાત વાઇબ્રન્ટ સમિટ શરૂ કરાવનારા અધિકારીમાં તેમનો મહત્વનો ફાળો રહ્યો છે. જ્યારે ગુજરાત વાઇબ્રન્ટનું સંપૂર્ણપણે આયોજન છે કે શર્મા દ્વારા જ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શર્મા મૂડીરોકાણ ક્યાંથી અને કેવી રીતે લાવવું તેના ખૂબ જ જાણકાર હોવાનું પણ સામે આવી રહ્યું છે. એ કેસરમાં તાત્કાલિક વોલ્યુન્ટરી રિટાયરમેન્ટની જાહેરાત કરીને ઉત્તર પ્રદેશ ભાજપમાં તેઓ સત્તાવાર રીતે જોડાયેલા છે. જ્યારે તેઓ નોકરીમાં હજૂ બે વર્ષનો સમયગાળો બાકી હતો, પરંતુ તેમણે વીઆરએસ લઇને ભાજપ પક્ષમાં સત્તાવાર રીતે જોડાયા છે. જ્યારે મળતી માહિતી પ્રમાણે ઉત્તર પ્રદેશની અમુક વિધાનસભામાં પેટાચૂંટણીઓને આવતી હોવાના કારણે તેઓને ભાજપના ઉમેદવાર બનાવીને સીધા યોગી સરકારમાં લઈ જવાય તેવી પણ શક્યતાઓ છે. જેથી તેઓને ઉત્તર પ્રદેશમાં વધુ મહત્વની જવાબદારી મળી શકે તેમ છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution