ઐશ્વર્યા રાય પ્રેગનન્ટ દીપિકાને જાેઇને ઇમોનશલ થઇ ઃમોમ ટૂ બીને ગળે મળતાંની સાથે રડી પડી!

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં લગ્નમાં બોલિવૂડથી લઇને હોલિવૂડ સ્ટાર્સે હાજરી આપી હતી. આ ગ્રાન્ડ વેડિંગમાં અનેક લોકોએ ખૂબ મસ્તી કરી. આ વેડિંગમાં સલમાન ખાન, શાહરુખ ખાન, અમિતાભ બચ્ચન જેવાં અનેક દિગ્ગજ સ્ટાર્સે હાજરી આપી હતી. દીપિકા પાદુકોણ માતા ઉજાલાની સાથે અનંત-રાધિકાનાં લગ્નમાં પહોંચી હતી, જ્યારે ઐશ્વર્યા રાય દીકરી આરાધ્યા સાથે ઇવેન્ટમાં પહોંચી હતી. અનંત-રાધિકાનાં લગ્નથી ઐશ્વર્યા અને દીપિકાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો જાેઇને ફેન્સનાં મનમાં જાતજાતનાં સવાલો થઇ રહ્યાં છે. આ સાથે વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યાં છે.

વાયરલ થઇ રહેલાં આ વીડિયોમાં ઐશ્વર્યા દીપિકાને ગળે મળે છે એ તમે જાેઇ શકો છો. વીડિયોમાં તમે જાેઇ શકો છો કે ઐશ્વર્યા જ્યારે પ્રેગનન્ટ દીપિકાનાં ગળે મળે છે ત્યારે ઇમોશનલ થઇ જાય છે. બન્ને લેડી સ્ટાર્સનાં આ વીડિયો પર યુઝર્સ અનેક પ્રકારનાં રિએક્શન આપી રહ્યાં છે. વીડિયોમાં હૃતિક રોશન પણ દીપિકા અને ઐશ્વર્યાની પાસે ઉભેલો જાેવા મળી રહ્યો છે.પ્રેગનન્ટ હોવા છતાં દીપિકા પાદુકોણે લાસ્ટમાં ફિલ્મનું શૂટિંગ કર્યું હતુ. એક્ટ્રેસ સપ્ટેમ્બરમાં પહેલાં બાળકને જન્મ આપશે. એક્ટ્રેસે ફેબ્રુઆરીમાં એની પ્રેગનન્સીનું એલાન કર્યું હતું. આમ, જ્યારે કપલે પ્રેગનન્સીનું એલાન કર્યું ત્યારે તરત જ ફેન્સ ખુશ થઇ ગયા અને જાતજાતની કોમેન્ટ્‌સ કરવા લાગ્યા. જાે કે અનેકવાર દીપિકા બેબી બમ્પને લઇને ટ્રોર્લ્સનાં નિશાને પણ ચડી ગઇ છે. પરંતુ આ બધાની વચ્ચે અનેક ફેન્સ સતત એનાં સપોર્ટમાં ઉભા છે.

આમ, તમને જણાવી દઇએ કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં લગ્નમાં ઐશ્વર્યા એની દીકરી આરાધ્યા બચ્ચન સાથે પહોંચી હતી. જ્યારે અભિષેક બચ્ચને એનાં માતા-પિતાની સાથે-સાથે શ્વેતા બચ્ચન, નવ્યા નવેલી નંદા, અગસ્ત્ય નંદા અને નિખિલ નંદા સાથે પહોંચ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ૧૪ જુલાઈનાં રોજ મંગલ ઉત્સવ લગ્ન સત્કાર સમારંભ યોજાશે. આ સમારોહમાં અનેક મોટી હસ્તીઓ હાજરી આપી શકે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution