ઐશ્વર્યા રાય બચ્ચને કાન્સમાં પોતાનો જાદુ બતાવ્યો : હાથમાં ફ્રેક્ચર ! દીકરી આરાધ્યાએ સામાન ઉઠાવ્યો 

બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન તેની પુત્રી આરાધ્યાની ખૂબ જ નજીક છે. સોશિયલ મીડિયા પર બંનેની ખૂબ ચર્ચા થાય છે. અન્ય સ્ટાર્સ અને સ્ટાર કિડ્‌સથી સંપૂર્ણપણે અલગ, આ માતા-પુત્રીની જાેડી ઘણીવાર સાથે જાેવા મળે છે. ત્યારે તાજેતરમાં પણ કંઈક આવું જ બન્યું હતું. ગઈકાલે રાત્રે બંને એરપોર્ટ પર સાથે જાેવા મળ્યા હતા. આ વખતે પુત્રી માતાની મદદ કરતી જાેવા મળી. સપોર્ટ કરતા જાેવા મળ્યા હતા. જ્યારે ઐશ્વર્યા તેની પુત્રીને માર્ગદર્શન આપતી જાેવા. આ સમયે એશ્વર્યા રાય બચ્ચનના હાથમાં ફેક્ચર થયેલું જાેવા મળી રહ્યું છે ત્યારે પુત્રી અરાધ્યા માતાનો સામાન સાથે લઈ તેમની મદદ કરતી જાેવા મળી રહી છે. આ જાેયા પછી ઐશ્વર્યાના ચાહકો થોડા ચિંતિત થઈ ગયા છે અને તે જાણવા માંગે છે કે ઐશ્વર્યા રાય બચ્ચન સાથે શું થયું છે.જે વીડિયો સામે આવ્યો છે, તેમાં ઐશ્વર્યા અને આરાધ્યા બંને એરપોર્ટ પર જાેવા મળી રહી છે. જ્યારે આરાધ્યા તેની માતાની હેન્ડબેગ લઈને જતી જાેવા મળે છે, ત્યારે ઐશ્વર્યાનો તૂટેલો હાથ લોકોને આશ્ચર્યમાં મૂકી દે છે. ઐશ્વર્યાએ ગાડીમાંથી નીચે ઉતરી દીકરી આરાધ્યાને તેની હેન્ડબેગ ઉપાડવાનું કહ્યું અને તેની માતાની હાલત જાેઈને દીકરી આરાધ્યા પણ પાછળ ન રહી, તેણે તરત જ તેની માતાનો સહારો બનીને તેની બેગ ઉપાડી. આ પછી ઐશ્વર્યા રાય પેપ્સ સાથે વાત કરતી વખતે એરપોર્ટની અંદર ગઈ હતી. અભિનેત્રીની આ ઈજાને જાેયા પછી, ચાહકો તેના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, અભિનેત્રી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા જઈ રહી છે. આ પહેલા પણ ઐશ્વર્યા કાન્સના રેડ કાર્પેટ પર ઘણી વખત પોતાનો જાદુ બતાવી ચુકી છે. તેની સ્ટાઈલ અને આઉટફિટ્‌સના દરેક વખતે વખાણ થયા છે. હાલમાં, આ વીડિયો જાેયા પછી, એક ચાહકે લખ્યું, ‘તે સૌથી યોગ્ય છે, તે એક વાસ્તવિક રાણી છે.’ ત્યારે તૂટેલા હાથ સાથે અભિનેત્રી કાન્સમાં ભાગ લેવાની છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution