‘તાલ’ની ઐશ્વયાઃ મેકઅપ વિના નિખરી ઉઠેલું સાૈંદર્ય

ઐશ્વર્યા રાય બચ્ચન મિસ વર્લ્ડ ૧૯૯૪ની વિજેતા રહી હતી. બોલિવૂડ અભિનેત્રીએ પોતાના ફિલ્મી કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે, જેની વાર્તાઓ અને પાત્રો આજે પણ લોકો ભૂલી શક્યા નથી. તેણે 'દેવદાસ’,'હમ દિલ દે ચૂકી સનમ‘, અને 'ગુરુ’ જેવી ફિલ્મોમાં પોતાના દમદાર પાત્રોથી લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. ઐશ્વર્યા રાય માત્ર તેની સુંદરતા માટે જ નહીં,પરંતુ તેના ડાન્સ અને એક્ટિંગ માટે પણ જાણિતી છે. માત્ર હિન્દી જ નહીં,પણ અભિનેત્રી ઐશ્વર્યાએ તમિલ, તેલુગુ, બંગાળી અને હોલીવુડની ફિલ્મોમાં પણ ઘણી નામના મેળવી છે.

તેની કારકિર્દીમાં, ઐશ્વર્યા રાયે મેકઅપ વિના એક આખી ફિલ્મ શૂટ કરી હતી જે બોક્સ ઓફિસ પર સુપરડુપર હિટ રહી હતી. ૧૯૯૯માં રીલિઝ થયેલી સુભાષ ઘાઈની ફિલ્મમાં ઐશ્વર્યા રાયે મેકઅપ વગર અને સિમ્પલ લુકમાં શૂટ કર્યું હતું. આ ફિલ્મમાં તેની કુદરતી સુંદરતા જાેઈને લોકો તેના દિવાના થઈ ગયા હતાં. અમે વાત કરી રહ્યા છીએ હિન્દી રોમેન્ટિક ડ્રામા 'તાલ’ની. ઐશ્વર્યા રાયની 'તાલ’ ૯૦ના દાયકામાં તેની કરિયરની હિટ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મમાં મેકઅપ વિના પણ ઐશ્વર્યા રાય દરેક સીનમાં ખૂબ જ સુંદર અને પરફેક્ટ લાગતી હતી.

સુભાષ ઘાઈને એક વખત પૂછવામાં આવ્યું કે શું ઐશ્વર્યાએ આખી ફિલ્મ 'તાલ’ને મેકઅપ વગર શૂટ કરી છે?, તો સુભાષ ઘાઈએ આ વાતનો ઉલ્લેખ કરતા હા પાડી અને કહ્યું કે મોટાભાગનો ભાગ મેકઅપ વગર શૂટ કરવામાં આવ્યો છે. સુભાષ ઘાઈએ કહ્યું હતું કે તેમને ઐશ્વર્યાને સુંદર દેખાડવા માટે સજવાની જરૂર નહતી લાગતી અને એશે આ પાત્ર ખૂબ જ સારી રીતે ભજવ્યું છે.'તાલ’માં ઐશ્વર્યા રાય સાથે અનિલ કપૂર અને અક્ષય ખન્નાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મના દરેક પાત્રે પડદા પર પોતાની ભૂમિકા સારી રીતે નિભાવી છે. જ્યારે 'તાલ’ હિન્દીમાં સુપરહિટ બની હતી, ત્યારે તેને તમિલમાં થાલમ તરીકે ડબ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે 'તાલ’નું સત્તાવાર રીતે શિકાગો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ,૨૦૦૫ એબર્ટફેસ્ટ, રોજર એબર્ટના ફિલ્મ ફેસ્ટિવલમાં અને ૪૫મા આઈએફએફઆઈમાં સેલિબ્રેટિંગ ડાન્સ ઈન ઈન્ડિયન સિનેમા સેક્શનમાં પ્રીમિયર કરવામાં આવ્યું હતું, જે ભારત માટે ગર્વની વાત છે

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution