એરટેલ અને ટાટા ગ્રૂપે 'મેડ ઇન ઈન્ડિયા' 5 જી નેટવર્ક સોલ્યુશન માટે હાથ મિલાવ્યા

ન્યૂ દિલ્હી

ભારતી એરટેલ અને ટાટા ગ્રૂપે સોમવારે ભારતમાં ૫ જી નેટવર્ક સોલ્યુશન્સ શરૂ કરવા માટે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે. બંને કંપનીઓએ જારી કરેલા સંયુક્ત નિવેદન અનુસાર ટાટા ગ્રૂપે 'ઓ-આરએન' (ઓપન રેડિયો એક્સેસ નેટવર્ક) આધારિત રેડિયો અને એનએસએ / એસએ (નોન-સ્ટેન્ડઅલોન / સ્ટેન્ડઅલોન) કોર બનાવ્યો છે. આ જૂથે ભાગીદારોની ક્ષમતાઓનો લાભ આપીને સંપૂર્ણ સ્વદેશી ટેલિકોમનો વિકાસ કર્યો છે. "

તે જાન્યુઆરી ૨૦૨૨ થી વ્યાપારી ઉપયોગ માટે ઉપલબ્ધ રહેશે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ) વૈશ્વિક સિસ્ટમ એકીકરણ નિપુણતા પ્રદાન કરશે. ૩ જીપીપી અને ઓ-આરએએન ધોરણો બંને માટે એન્ડ ટુ એન્ડ ઉકેલોને ગોઠવવામાં સહાય કરે છે. જેના કારણે નેટવર્ક અને સાધનો ઝડપથી સોફ્ટવેરમાં ફેરવાઈ રહ્યા છે. આ ઉપરાંત સરકારી ધોરણો મુજબ ભારતમાં તેની ૫ જી યોજનાઓના ભાગ રૂપે એરટેલ જાન્યુઆરી ૨૦૨૨ માં સ્વદેશી સોલ્યુશન પ્રોજેક્ટ્‌સ શરૂ કરશે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution