ટાકાટા કંપનીએ બનાવેલી એરબેગ્સ ફરી એક વખત વિવાદમાં



નોર્થ અમેરિકામાં વેચાયેલી લાખો બીએમડબલ્યુ કારને રિકોલ કરવાની જાહેરાત કરાઈ છે કારણ કે એરબેગ્સમાં મોટી ખામી છે. જૂની બીએમડબલ્યુ કારની એરબેગ્સ એક્સિડન્ટ વખતે ખુલવાની જગ્યાએ ફાટી જાય તેવી શક્યતા વધારે છે. તેનાથી ડ્રાઈવરો અને બીજા પેસેન્જરોનને ઈજા થઈ શકે છે. ટાકાટા કંપનીએ બનાવેલી એરબેગ્સ ફરી એક વખત વિવાદમાં આવી છે અને કાર રિકોલ થઈ છે.

જર્મનીની મ્સ્ઉ કાર તેની ક્વોલિટી, સેફ્ટી અને લક્ઝરી ફીલ માટે જાણીતી છે. તેમાં પણ સેફ્ટી એ સૌથી મહત્ત્વની ચીજ છે. પરંતુ કેટલીક વખત કારમાં એવી ખામી રહી જાય છે જેના કારણે લોકોના જીવ જાેખમમાં મૂકાઈ શકે છે. મ્સ્ઉના કેટલાક મોડેલમાં એર બેગ્સમાં એક ગંભીર ખામી હોવાનું બહાર આવ્યું છે જેના કારણે નોર્થ અમેરિકામાંથી ૩ લાખ ૯૪ હજાર બીએમડબલ્યુ કારને રિકોલ કરવામાં આવી છે. આ બધી કારના એરબેગ ઈનફ્લેટરમાં એક ખામી છે તેને દૂર કરવી પડશે. ૨૦૦૬ અને ૨૦૧૨ વચ્ચે બનાવવામાં આવેલી ચોક્કસ મોડલની કારમાં આ ખતરો છે અને તેથી તેને રિકોલ કરવામાં આવી છે. બીએમડબલ્યુ કંપનીને જાણવા મળ્યું કે કોઈ પણ ક્રેશ વખતે જ્યારે એર બેગ ખુલશે ત્યારે તે ખુલવાના બદલે ફાટે તેવી શક્યતા છે. જેના કારણે ડ્રાઈવર અને બીજા પેસેન્જરોને ગંભીર ઈજા થઈ શકે છે. આ ખામીને દૂર કરવી જરૂરી છે અને તેના માટે જ લાખો કારને રિકોલ કરવામાં આવશે. હવે કઈ સિરિઝની મ્સ્ઉ કારને રિકોલ કરવામાં આવી છે તે જાણીએ. ૨૦૦૬-૨૦૧૧ ૩ સિરિઝની સેડાન, ૨૦૦૬-૨૦૧૨ ૩ સિરિઝની સ્પોર્ટ્‌સવેગન અને ૨૦૦૯-૨૦૧૧ ૩ સિરિઝ સેડાનને રિકોલ કરવામાં આવી છે અને તેના એર બેગ્સમાં જે ખામી છે તે દૂર કરવામાં આવશે. નેશનલ હાઈવે ટ્રાફિક સેફ્ટી એડમિનિસ્ટ્રેશન દ્વારા રિકોલ ડોક્યુમેન્ટ પોસ્ટ કરવામાં આવ્યા છે. તે પ્રમાણે જે મ્સ્ઉમાં ખામી છે તેના ઓરિજિનલ સ્ટીયરિંગ વ્હીલને તેના ઓનર્સ દ્વારા બદલીને તેની જગ્યાએ સ્પોર્ટ અથવા એમ-સ્પોર્ટ સ્ટીયરિંગ વ્હીલ નાખવામાં આવ્યું હોઈ શકે છે જેમમાં ઁજીડ્ઢૈં-૫ ઈનફ્લેટર હોઈ શકે છે. તેમાં એમોનિયમ નાઈટ્રેટનો ઉપયોગ થાય છે અને સમય જતા તે બહુ એગ્રેસિવ સંયોજન બની શકે છે. જાે એક્સિડન્ટ થાય અને ઈનફ્લેટર ફાટી જાય તો તેમાં જે મેટલના કણો હશે તે એર બેગના કુશન મટિરિયલમાંથી બહાર નીકળી શકે છે જેના કારણે વ્હીકલમાં બેસેલી વ્યક્તિને ગંભીર ઈજા પણ થઈ શકે અને તેનું મોત પણ નિપજી શકે છે. નેશનલ હાઈવે ટ્રાફિક સેફ્ટી એડમિનિસ્ટ્રેશન - દ્ગૐ્‌જીછ એ જણાવ્યું કે ડીલરો દ્વારા ડ્રાઈવર સાઈડના એરબેગ મોડ્યુલને ફ્રીમાં રિપ્લેસ કરી આપવામાં આવશે. માલિકોને ૨૩ ઓગસ્ટે નોટિફિકેશન મેઈલ કરવામાં આવશે. તમારે કોઈ પ્રશ્નો હોય તો કસ્ટમર સર્વિસ પર સીધો ફોન કરી શકાશે. અહીં એક વાતની સ્પષ્ટતા કરવી જરૂરી છે કે મ્સ્ઉમાં અત્યાર સુધીમાં આ ઈશ્યૂના કારણે કોઈનું મોત થયું હોય કે ઈજા થઈ હોય તેવા અહેવાલ નથી આપ્યા. મ્સ્ઉમાં જે એરબેગનો ઉપયોગ થાય છે તે જાપાનની કંપની ટાકાટા દ્વારા બનાવવામાં આવે છે અને આ કંપની હવે દેવાળું ફૂંકી ચૂકી છે. ટાકાટાએ બનાવેલી લાખો એરબેગ્સને પહેલેથી રિકોલ કરવામાં આવી છે. એવું કહેવામાં આવે છે કે લાંબા સમય સુધી અત્યંત ગરમી પડે અથવા ભેજમાં રહે તો જ્યારે ક્રેશ થાય ત્યારે આ એરબેગ્સ ખુલવાના બદલે ફાટે તેવી શક્યતા વધી જાય છે. ટાકાટા એક સમયે દુનિયાની ટોપની એરબેગ્સ સપ્લાયર ગણાતી હતી જેણે ૨૦૧૭માં બેન્કરપ્સી માટે ફાઈલિંગ કર્યું હતું. ટાકાટાની એટલી બધી એરબેગ્સ તેની ખામીના કારણે રિકોલ કરવી પડી કે કંપની નાદાર થઈ ગઈ હતી. ૨૦૦૯ પછી ટાકાટાની એરબેગ્સ જે કારમાં લગાવવામાં આવી હોય તેના એક્સિડન્ટના કારણે લગભગ ૩૦ લોકોના મોત થયા હતા. તેમાંથી લગભગ ૨૬ લોકો એકલા અમેરિકામાં મૃત્યુ પામ્યા હતા. છેલ્લા એક દાયકામાં ટાકાટાની એરબેગ્સ ફીટ કરેલી હોય તેવા લગભગ ૧૦૦ મિલિયનથી વધુ વાહનોને રિકોલ કરવામાં આવ્યા છે. મે ૨૦૨૩માં લગભગ ૯૦ હજાર જૂની કારને તો ચલાવવાની જ ના પાડી દેવાઈ હતી કારણ કે તેમાં ટાકાટાની એરબેગ્સ લાગેલી હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution