કોલકત્તા,
દિલ્હી, મુંબઇ, પુણે, નાગપુર, ચેન્નાઈ અને અમદાવાદથી કોલકાતા જતી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ સોમવારથી ત્રણ અઠવાડિયા સુધી લાગુ રહેશે. આ નિર્ણય પશ્ચિમ બંગાળમાં કોરોનાવાયરસ પર કાબુ કરવા માટે લેવામાં આવ્યો છે. દિલ્હી, મુંબઇ, પુણે, નાગપુર, ચેન્નાઈ અને અમદાવાદથી કોઈ ફ્લાઇટ કોલકાતા નહીં આવે તેવું જણાવાયું છે. આ ઓર્ડર 6 જુલાઈથી 19 જુલાઇ સુધી અમલમાં રહેશે, ત્યાં સુધી આગળના ઓર્ડર આવે નહીં.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે પશ્ચિમ બંગાળ સરકારના ફ્લાઇટને રદ કરવાના નિર્ણય પર સંમતિ આપી છે. 25 મેથી ભારતમાં ઘરેલુ ફ્લાઇટ્સ શરૂ થઈ હતી. લોકડાઉનને કારણે દેશભરમાં હવાઇ વિમાનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જો કે, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર હજી પણ પ્રતિબંધ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, પશ્ચિમ બંગાળમાં કોરોનાના 20,488 કેસ નોંધાયા છે, જેમાં આ રોગચાળાને કારણે 717 લોકો માર્યા ગયા છે.